બાટલા હાઉસ પર જોવા મળી મિશન મંગલની અસર પણ કરી આટલી કમાણી

Aug 16, 2019, 21:05 IST

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે 2 મોસ્ટ અવેઈટેડ ફિલ્મો રિલીઝ થઈ છે. સ્વતંત્રતા અને રક્ષાબંધનના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ બાટલા હાઉસ અને મિશન મંગલે ધમાકેદાર કમાણી કરી છે.

બાટલા હાઉસ પર જોવા મળી મિશન મંગલની અસર પણ કરી આટલી કમાણી

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે 2 મોસ્ટ અવેઈટેડ ફિલ્મો રિલીઝ થઈ છે. સ્વતંત્રતા અને રક્ષાબંધનના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ બાટલા હાઉસ અને મિશન મંગલે ધમાકેદાર કમાણી કરી છે. મિશન મંગલે પહેલા દિવસે 29.16 કરોડની કમાણી કરી હતી. બાટલા હાઉસે પણ પહેલા દિવસે સારી કમાણી કરી છે જો કે મિશન મંગલની અસર બાટલા હાઉસ પર જોવા મળી છે. જ્હોન અબ્રાહમ સ્ટારર બાટલા હાઉસે પહેલા દિવસે દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ છે.

બાટલા હાઉસે પહેલા દિવસે સારી કમાણી કરતા 14.59 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2008ના ફેક એન્કાઉન્ટર કેસ પર આધારિત ફિલ્મ બાટલા હાઉસ પર ફિલ્મ દર્શાવવામાં આવી છે. જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ દર્શકોમાં રોમાંચ જાળવી રાખ્યો છે. ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, રજા હોવાના કારણે ફિલ્મને સારી ઓપનિંગ તો મળી છે પણ વીકેન્ડ પર ફિલ્મે સારું પર્ફોર્મ કરવું પડશે તો જ બોક્સઓફિસ પર મેજિક ક્રિએટ કરી શકશે.

બાટલા હાઉસ પહેલા દિવસની કમાણી મામલે જ્હોન અબ્રાહમની બીજી ફિલ્મ બની ગઈ છે. જ્હોન અબ્રહામની પહેલા દિવસની સૌથી વધારે કમાણીમાં સત્યમેવ જયતે પહેલા સ્થાને છે. આ ફિલ્મે પહેલા દિવસે 18.65 કરોડની કમાણી કરી હતી. બાટલા હાઉસ પહેલા જ્હોનની આ યાદીમાં રેસ-2 બીજા સ્થાને હતી. રેસ-2એ 14.48 કરોડની કમાણી કરી હતી જો કે હવે બાટલા હાઉસ આ યાદીમાં રેસ-2ને પાછળ મુકી બીજા સ્થાને આવી ગયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK