જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસની રિલીઝ થશે પણ....

Published: Aug 13, 2019, 19:49 IST | મુંબઈ ડેસ્ક

બાટલા હાઉસના નિર્માતા કેટલાક ડિસ્ક્લેમર મૂકવામાં આવશે અને કેટલાક દ્રશ્યો પણ ડિલીટ કરવામાં આવશે.

બાટલા હાઉસ (પોસ્ટર)
બાટલા હાઉસ (પોસ્ટર)

જૉન અબ્રાહમ માટે સારા સમાચાર આવ્યા છે. દિલ્હી હાઇ કૉર્ટના નિર્ણય પછી ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઇ ગયો છે. જો કે દિલ્હી હાઈ કોર્ટ કેટલાક ફેરફારો કરવાનો નિર્દેશ કર્યો છે જેની માટે મેકર્સ તૈયાર છે.

બાટલા હાઉસ 15 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે, મંગળવારે દિલ્હી હાઇકોર્ટે ફિલ્મને ક્લીન ચિટ આપી દીધી છે. ન્યાયાધીશ વિભુ બાખરૂએ કન્સેન્ટ ઑર્ડર જાહેર કરતા કહ્યું કે ફિલ્મમેકર્સ પોતાના નિવેદન સાથે બંધાયેલા છે. તેની સાથે જ તેમણે અરજી ફગાવી દીધી. બાટલા હાઉસના નિર્માતા કેટલાક ડિસ્ક્લેમર મૂકવામાં આવશે અને કેટલાક દ્રશ્યો પણ ડિલીટ કરવામાં આવશે. આ દ્રશ્યો સામે અરજીકર્તા આરિઝ ખાન અને શહઝાદ અહમદે વાંધો ઉઠાવ્યો હતો. તો શહઝાદ અહમદને ટ્રાયલ કૉર્ટે આજીવન કારાવાસની સજા આપી હતી. તેણે હાઇકોર્ટમાં અપીલ કરી છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થાય છે. તેમાં બૉમ્બ બ્લાસ્ટ અને એન્કાઉન્ટર વચ્ચે લિન્ક દર્શાવવામાં આવી છે, જેને કારણે બન્ને મામલામાં ટ્રાયલ કોર્ટ પ્રભાવિત થઈ શકે છે. ફિલ્મમાં એન્કાઉન્ટર પછી કેવી રીતે પોલીસ ઑફિસરોનું જીવન બદલાઈ જાય છે તેની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

નિખિલ અડવાણી ડિરેક્ટેડ બાટલા હાઉસમાં જૉન અબ્રાહમ ડીસીપી સંજીવ કુમાર યાદવનું પાત્ર ભજવી રહ્યો છે. જૉને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાટલા હાઉસ તેની માટે માત્ર એક ફિલ્મ નથી, પણ તેનાથી ઘણી મોટી માનવીય સ્ટોરી છે, જેમાં પોતાની ફરજ નિભાવતાં ઑફિસર્સના અંગત જીવનમાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK