એક વિલનની સિક્વલમાં દેખાઈ શકે છે આ એક્ટર, સિદ્ધાર્થની થઈ શકે છે હકાલપટ્ટી

Published: Sep 16, 2019, 19:05 IST | મુંબઈ

એક વિલનની સિક્વલમાં જ઼ન અબ્રાહમને ચાન્સ મળી શકે છે. મોહિત સૂરની ફિલ્મની સિક્વલમાં જૉન અબ્રાહમનો સમાવેશ થાય તેવી ચર્ચા બી ટાઉનમાં ચાલી રહી છે.

ફિલ્મ એક વિલનની સિક્વલમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રાની હકાલપટ્ટી થઈ શકે છે. એક વિલનની સિક્વલમાં જ઼ન અબ્રાહમને ચાન્સ મળી શકે છે. મોહિત સૂરની ફિલ્મની સિક્વલમાં જૉન અબ્રાહમનો સમાવેશ થાય તેવી ચર્ચા બી ટાઉનમાં ચાલી રહી છે. જૉન અબ્રાહમ પહેલી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનું પાત્ર ભજવી શકે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો જૉન અબ્રાહમ તાજેતરમાં જ ફિલ્મ બાટલા હાઉસમાં દેખાયા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું હતું. બાદમાં ફિલ્મ જૉન અબ્રાહમ ફિલ્મ 'એટેક'માં દેખાશે. આ ફિલ્મને લક્ષ્ય રાજ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે, જેનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. હાલ જૉન અબ્રાહમ મુંબઈ સાગાના શૂટિંગમાં વ્યસ્ત છે.

2014માં રિલીઝ થયી હતી ફિલ્મ એક વિલન

એક વિલનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ લીડ રોલમાં હતા. આ સુપરહિટ ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનના રોલમાં હતા. તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. તો ચર્ચા છે કે ફિલ્મની સિક્વલની સ્ટોરી જૉન અબ્રાહમને ગમી છે, અને તે ફિલ્મ સાઈન કરી શકે છે. ટૂંક સમયમાં સ્ટારકાસ્ટના નામની જાહેરાત થઈ જશે. હાલ ફિલ્મની સત્તાવાર જાહેરાત બાકી છે. એક વિલનની સિક્વલ આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચોઃ સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

એક વિલનની સ્ટોરી

એક વિલનની સ્ટોરી ગુરુ અને આયશાની છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ગુંડાના રોલમાં હતા, જેને આયશા સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં રિતેશ દેશમુખે સિરીયલ કિલરની ભૂમિકા ભજવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK