જૉન આજે સુધ્ધાં છે પંકજ ઉધાસનો ઋણી

Published: 7th November, 2012 05:47 IST

લાગે છે કે જૉન એબ્રાહમ આજે પણ તેના સંઘર્ષના દિવસોને નથી ભૂલ્યો. જૉન વર્ષો પહેલાં કરીઅરની શરૂઆતમાં ગઝલગાયક પંકજ ઉધાસના મ્યુઝિક-વિડિયોના સૉન્ગ ‘ચુપકે ચુપકે’માં ચમક્યો હતો અને તેને આ તક આપવા બદલ આજે પણ તે પોતાની જાતને પંકજ ઉધાસનો ઋણી માને છે.

તાજેતરમાં પંકજ ઉધાસની એક કૉન્સર્ટમાં તેમણે પાકિસ્તાની ગીતકાર ફૈઝ અહમદ ફૈઝની ગઝલોનું પઠન કર્યું હતું. આ કૉન્સર્ટમાં હાજર રહેલા જૉને પોતાની આ લાગણી વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘હું પંકજ ઉધાસને મારા ગુરુ માનું છું, કારણ કે જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં મૉડલ તરીકે નવો આવ્યો હતો ત્યારે તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે તેમના મ્યુઝિક-વિડિયોમાં કામ કરવાની મને તક આપી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK