જૉન અબ્રાહમ, ઈલેનાની ફિલ્મ પાગલપંતીની રીલિઝ ડેટમાં ફેરફાર, આ દિવસે આવશે મોટા પડદા પર

Published: 27th May, 2019 16:30 IST | મુંબઈ

જૉન અબ્રાહમની આગામી ફિલ્મ પાગલપંતનીની રીલિઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ છે ફિલ્મની નવી રીલિઝ ડેટ.

હવે આ દિવસે રીલિઝ થશે પાગલપંતી
હવે આ દિવસે રીલિઝ થશે પાગલપંતી

કોમેડી ફિલ્મ પાગલપંતીની રીલિઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે 8 નવેમ્બરના દિવસે રીલિઝ થશે. આ ફિલ્મ નિર્દેશક અનીસ બઝમીની ફિલ્મ છે. જેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, ઈલિયાના ડીક્રૂઝ, અરશદ વારસી, કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે. આ ફિલ્મની ચાહકો રાહ જોઈ રહ્યા છે.


ફિલ્મને મળી નવી રિલીઝ ડેટ
પાગલપંતી પહેલા 22 નવેમ્બરના દિવસે રીલિઝ થવાની હતી. પરંતુ હવે તે જલ્દી આવી જશે. વેલકમ બેક બાદ અનિલ કપૂર ફરી એકવાર આ ફિલ્મમાં કૉમેડી કરતા નજર આવશે. અહેવાલો પણ અવા છે કે ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ મેકર્સ તેની સીક્વલ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે. ફિલ્મ પાગલપંતીનું શૂટિંગ ફેબ્રુઆરીમાં લંડનમાં શરૂ થયું હતું. હાલ ફિલ્મના પોસ્ટ પ્રોડ્કશન પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ આવનારા પાંચ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે : જૉન એબ્રાહમ

ફિલ્મના સેટ પર જૉન થયા ઘાયલ
ફિલ્મના શૂટિંગ સમયે જૉન અબ્રાહમ ઘાયલ થયા હોવાના પણ અહેવાલો હતો. જેના કારણે તેઓ કેટલાક દિવસો સુધી શૂટિંગથી દૂર રહ્યા રહેશે. એક એક્શન સીન દરમિયાન જૉનને માંસપેશીઓમાં ઈજા થઈ છે. જેથી તેમણે કેટલાક દિવસો માટે આરામ કરવો પડશે. અને તેઓ થોડા દિવસ શૂટિંગ નહીં કરી શકે. સીન શૂટ કરાત સમયે ટાઈમિંગ મિસ થઈ જતા જૉનને ઈજા થઈ. અને તેને 20 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ લંડન અને લીડ્સમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનો આખરી હિસ્સો મુંબઈમાં શૂટ કરવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK