Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની 'પાગલપંતી' આવી સામે, અનિલ, અરશદ પણ છે

જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની 'પાગલપંતી' આવી સામે, અનિલ, અરશદ પણ છે

19 October, 2019 04:17 PM IST | મુંબઈ

જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની 'પાગલપંતી' આવી સામે, અનિલ, અરશદ પણ છે

જૉન અબ્રાહમ

જૉન અબ્રાહમ


જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની ફિલ્મ પાગલપંતીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે પણ મુલાકાત કરાવવામાં આવી છે. ફિલ્મના પોસ્ટર્સને શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યા આ ફિલ્મથી જૉન ફરી એકવાર કૉમેડી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા છે. આ પહેલા તેઓ એક્શન થ્રિલરમાં વ્યસ્ત હતા, જેમાંથી એક બાટલા હાઉસ હાલમાં જ રિલીઝ થઈ છે.




પાગલપંતીમાં મોટા મોટા સિતારાઓ જોવા મળી રહ્યા છે. જૉનની સાથે ઈલિયાના ડિક્રૂઝ, અનિલ કપૂર, અરશદ વાપસી, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા જેવા સ્ટાર્સ પણ છે. પોસ્ટરમાં કિરદારોના નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં જૉનના કિરદારનું નામ રાજ કિશોર છે. તો ઈલિયાનાના કિરદારનું નામ સંજયા છે, તો અનિલ કપૂરના કિરદારનું નામ વાઈફાઈ ભાઈ છે. પુલકિત સમ્રાટ ચંદૂ, કૃતિ ખરબંદા જાહ્નવી, અરશદ વારસી જંકી, સૌરભા શુક્લા રાજા સાહબ અને ઉર્વશી રૌતેલા કાવ્યાના કિરદારમાં નજર આવશે.



પુલકિત સમ્રાટ ફુકરે બાદ એકવાર ફરી કલરફુલ કિરદારમાં જોવા મળશે. ત્યાં જ, અરશદનો પણ ફંકી લૂક જોવા મળશે. આ તમામ કિરદારનો ફિલ્મ વિવેચક તરણ આદર્શે પોતાના ટ્વિટર અકાઉન્ટથી શેર કર્યા છે.


આ પણ જુઓઃ મળો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ની ટેલેન્ટેડ અભિનેત્રીઓને...

ફિલ્મને અનીસ બઝ્મીએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા અનીલ નો એન્ટ્રી, હલચલ, દિવાને જેવી કૉમેડી ફિલ્મો ડાયરેક્ટ કરી ચુક્યા છે. ત્યાં જ પાગલપંતી બાદ ભુલભૂલૈયાનો બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કરી રહ્યા છે. જો પાગલપંતીની વાત કરીએ તો તેને 15 નવેમ્બરે રિલીઝ કરવાનું હતું. જો કે મરજાંવા સાથે ડેટ ક્લેશ થતા રિલીઝની તારીખ આગળ વધારી દેવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2019 04:17 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK