સોશ્યલ ઑન્ટ્રપ્રનર રેવતી રૉયની બાયોપિકને પ્રોડ્યુસ કરશે જૉન

Published: Feb 26, 2020, 15:38 IST | Mumbai

સોશ્યલ ઑન્ટ્રપ્રનર રેવતી રૉયની બાયોપિકને જૉન એબ્રાહમ પ્રોડ્યુસ કરી રહ્યો છે.

જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમ

સોશ્યલ ઑન્ટ્રપ્રનર રેવતી રૉયની બાયોપિકને જૉન એબ્રાહમ પ્રોડ્યુસ કરી રહ્યો છે. તે આ ફિલ્મને રોબી ગ્રેવાલ અને અનિલ બોહરા સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. રોબી ગ્રેવાલ એને ડિરેક્ટ કરશે. રેવતી રૉયે એશિયાની પહેલી ઑલ વિમેન્સ ટૅક્સી-સર્વિસ ‘હે દીદી’ની શરૂઆત કરી હતી. સ્વાતિ લોઢાની બુક ‘હુ ઇઝ રેવતી રૉય’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : જોઈ લો અજય દેવગનના હાથે લીધેલી કાજોલની સેલ્ફી

આ વિશે વાત કરતાં જૉને કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે અમે ઑન્ટ્રપ્રનર ટ્વિસ્ટની સાથે ખૂબ જ એક્સ્ટ્રીમ અને ડ્રામેટિક પર્સનલ લાઇફને પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. રેવતીની સ્ટોરી ખૂબ જ પ્રેરણાત્મક છે. તે ફુલ-ઑફ-લાઇફ છે અને તેણે તેની લાઇફમાં તમામ સમસ્યાને માત આપીને સતત આગળ વધી ગરીબ મહિલાઓને સશક્ત બનાવી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK