8 વર્ષ બાદ રંગભૂમિ પર જીમિતની વધુ એક ઈનિંગ, 'આને ભી દો યારો'માં મળશે જોવા

Updated: Jun 23, 2019, 13:49 IST | મુંબઈ

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી રંગભૂમિ પર ફરી એકવાર જોવા મળશે. જાણો ક્યા નાટકમાં કામ કરશે જીમિત.

8 વર્ષ બાદ રંગભૂમિ પર જીમિતની વધુ એક ઈનિંગ
8 વર્ષ બાદ રંગભૂમિ પર જીમિતની વધુ એક ઈનિંગ

મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ હવે જીમિત ત્રિવેદી થિએટરમાં કમબેક કરવા માટે તૈયાર છે. જીમિતે ફેસબુક પર પોસ્ટ કરીને આ તેના ચાહકોને આ સમાચાર આપ્યા છે. જીમિતે લખ્યું છે કે, 'રંગદેવતાના આશીર્વાદથી હું મારા હોમ ગ્રાઉન્ડ રંગભૂમિ પર 8 વર્ષ પછી પાછો ફરી રહ્યો છું, નાટક આને ભી દો યારો સાથે.'

જીમિતે રંગભૂમિ પર પાછા ફરવાની આ લાગણીને ઘર વાપસી જેવી ગણાવી. સાથે જ ચાહકોને નાટક જોવા માટે આવવાની અપીલ કરી. 'આને ભી દો યારો' વન્સ મોર અને દિવ્યેશ પાઠકની પ્રસ્તુતિ છે. જેના દિગ્દર્શક ધીરજ પાલશેતકર છે. કથાબીજ ગૌરવ નાયકનું છે જ્યારે સંગીત તરૂણ પટેલે આપ્યું છે. નાટકમાં જીમિતની સાથે હરિકૃષ્ણ દવે, દિલીપ સોમૈયા, દિવ્યેશ પાઠક સહિતના કલાકારો જોવા મળ્યો.

આ પણ વાંચોઃ Video: જીમિત ત્રિવેદીએ ગુજરાતીમાં કર્યું RAP, જુઓ શું હતી જીમિતની સરપ્રાઈઝ

ફિલ્મો અને ટેલિવિઝન પર આવ્યા પહેલા જીમિત ત્રિવેદી ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ હતા. 2007માં જીમિતે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ભૂલભુલૈયાથી ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી. ગુજરાતી ફિલ્મોમાં તેમણે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મળીને લોકોને પેટ પકડીને હસાવ્યા છે. જીમિતે પોલમપોલ, 102 નોટ આઉટ, મર્દ કો દર્દ નહીં હોતા જેવી ફિલ્મ કરી છે. આખરે 8 વર્ષ બાદ તેઓ રંગભૂમિ પર જોવા મળશે અને ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK