જીગરદાન ગઢવીની એક પૉઝિટીવ પેશકશ, સૈયર મોરી રે...

Published: May 14, 2020, 21:13 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કોરોના વાઇરસને કારણે જે રીતે વિશ્વ આખું એક નવા જ દબાણમાં છે ત્યારે ચાંદાની પાછળ સુરજ જલ્દી જ ઉગશેની ફિલિંગ આપતું આ ગીત સૈંયર મોરી ટ્વિસ્ટ કરીને મુક્યું છે

આ ગીત એ જ સવાલ પુછે છે કે આ દિવસો ક્યારે જશે અને વળી તે સવાલનો જવાબ પણ આપી દે છે.
આ ગીત એ જ સવાલ પુછે છે કે આ દિવસો ક્યારે જશે અને વળી તે સવાલનો જવાબ પણ આપી દે છે.

જીગરદાન ગઢવીનાં સંગીતના દિવાનોઓનો પાર નથી. તાજેતરમાં લૉકડાઉન અને કોરોનવાઇરસને કારણે સતત ભારે બનેલા માહોલમાં સૌના ચહિતા જીગરાએ પોતાનાં એક લોકગીતને એક નવા સ્વરૂપમાં રંગીને શેર કર્યું હતું. આમ તો સૈયર મોરી નવરાત્રીમાં અને લોક સંગીતના કાર્યક્રમોના શિરમોર સમું ગીત છે પણ તેણે આ ગીતને સારો સમય આવશેનાં સંદર્ભે એડીટ કરીને મૂક્યું હતું. જીગરે આ અંગે કહ્યું કે સંગીત તો હંમેશા હિલીંગનું જ કામ કરનારી ચીજ છે અને માટે જ આમાં ગીતનાં શબ્દોને ધ્યાનમાં રાખીને તેને આ રીતે મેં એડીટ કરી દીધું છે. 

ગીતમાં જે દ્રશ્યો છે તે એડલેઇડ અને મેલબર્નનાં છે, તેના શબ્દો એક નવી આશા આપનારા છે તથા સારા દિવસો આવશે તેવી ખાતરી આપનારા છે. કોરોના વાઇરસને કારણે જે રીતે વિશ્વ આખું એક નવા જ દબાણમાં છે ત્યારે ચાંદાની પાછળ સુરજ જલ્દી જ ઉગશેની ફિલિંગ આપતું આ ગીત સૈંયર મોરી ટ્વિસ્ટ કરીને મુક્યું છે અને આ ગીત એ જ સવાલ પુછે છે કે આ દિવસો ક્યારે જશે અને વળી તે સવાલનો જવાબ પણ આપી દે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK