જ્યારે જાન્હવી કપૂરે ડ્રાઈવર પાસેથી ઉધાર લીધા પૈસા, જુઓ વીડિયો

Published: 14th August, 2019 16:35 IST | મુંબઈ

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી પુત્રી જાન્હવી કપૂરે પોતાની પહેલી ફિલ્મ 'ધડક' દ્વારા જ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. જાન્હવી કપૂરના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે.

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી પુત્રી જાન્હવી કપૂરે પોતાની પહેલી ફિલ્મ 'ધડક' દ્વારા જ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. જાન્હવી કપૂરના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. હવે જાન્હવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જાન્હવી કપૂર પૈસા લીધા વિના ઘરથી બહાર નીકળી હતી, અને તેણે ડ્રાઈવર પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા.

જાન્હવીના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેનું કારણ પણ ખાસ છે. હકીકતમાં આ વીડિયોમાં દેખાય છે કે રોડ પર ચાલતા ચાલતા જાન્હવી કપૂર પોતાની કાર તરફ જાય છે. ત્યારે જ એક નાનકડો છોકરો જાન્હવીની પાછળ પાછળ દોડે છે, અને પુસ્તકો ખરીદવા રિક્વેસ્ટ કરે છે. પરંતુ જાન્હવી હસીને કહે છે કે તેની પાસે પૈસા નથી.

આટલું કહીન જાન્હવી કારમાં બેસી જાય છે. પરંતુ આ બાળક જાન્હવીની કાર સુધી આવી જાય છે. બાદમાં જાન્હવી પોતાના ડ્રાઈવર પાસેથી પૈસા લઈને બાળકને આપે છે, અને હસીને તેને ટાટા કહે છે. બાળક ખુશ થઈને જાન્હવીને બાય દીદી બોલતો વીડિયોમાં દેખાય છે.

 
 
 
View this post on Instagram

#janhvikapoor genuinely out of cash but driver lends as a girl child wanted help👍 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onAug 13, 2019 at 9:40am PDT

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જાન્હવીના આ વર્તનના વખાણ થઈ રહ્યા છે. જાન્હવીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો એક્ટ્રેસ હાલ IAF પાઈલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ કારગીલ ગર્લ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઉપરાંત જાન્હવી કપૂર રુહીઅફ્ઝામાં પણ દેખાશે. જેમાં જાન્હવીની સામે રાજકુમાર રાવ દેખાશે.

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

જાન્વી કપૂર કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર લીડ રોલમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK