Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભિડેની લાપરવાહીથી બાપૂજી થયા લાપતા, શું કરશે જેઠાલાલ

ભિડેની લાપરવાહીથી બાપૂજી થયા લાપતા, શું કરશે જેઠાલાલ

29 November, 2019 02:57 PM IST | Mumbai

ભિડેની લાપરવાહીથી બાપૂજી થયા લાપતા, શું કરશે જેઠાલાલ

શું થશે બાપુજીનું?

શું થશે બાપુજીનું?


સબ ટીવી પર પ્રસારિત થતા કૉમેડી ફેમિલી ડ્રામા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સતત નવા ડ્રામા જોવા મળી રહ્યો છે. હાલમાં જ શોમાં એક મજેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ચંપક ચાચા ઉર્ફે બાબૂજી સ્કૂટર સાથે ગાયબ થવાના છે. બાબૂજીના ગાયબ થવા પાછળ ભિડેની લાપરવાહી છે જેના કારણે તે ડરેલા છે.

શોમાં હાલમાં બતાવવામાં આવી રહ્યું છે કે જેઠાલાલના બાબૂજી ચંપક ચાચાનો ચશ્મા વગર ખરાબ હાલત થઈ ગયું છે. પોતાની દુકાનનું એક જરૂરી કામ આવી જવાના કારણે જેઠાલાલને મજબૂરીથી દુકાન છોડીને જવું પડે છે. બાપૂજીના ચશ્મા ન હોવાના કારણે જેઠાલાલ પોપટરામ અને આત્મારામ ભિડેને પોતાના ઘરે બોલાવે છે, જેથી તે બાપુજીની દેખભાળ કરી શકે. બાપુજીને તેમના એક મિત્રનો કૉલ આવ્યો હતો જે તેને યાદ અપાવે છે કે એક મિત્રને જન્મદિવસના ઉપહાર માટે ચંપકને બ્લડ પ્રેશર માપવાનું મશીન લેવાનું હતું.

બાપુજી તરત જ ગિફ્ટ લેવા માટે નીકળવાનો નિર્ણય કરે છે, પરંતુ બાપુજી તેમની એક વાત નથી સાંભળતા. આખરે બાપુજીની જીદના કારણે ભીડે પોતાના સ્કૂટર સખારામમાં બેસાડીને લઈ જવું પડે છે. ભિડે ખૂબ જ પરેશાન થાય છે કારણ કે તે આ ટપૂ અને જેઠાલાલથી છુપાવીને કરે છે.

આ પણ જુઓઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ



પરેશાન ભિડે સ્કૂટરમાં બેસાડીને બાબુડીને લઈને નીકળી પડે છે. રસ્તામાં ભિડે છત્રી લેવા માટે રોકાઈ છે ત્યારે એક અજાણ્યો માણસ ભિડેના સ્કૂટર સખારામને લઈને નિકળી પડે છે. ભિડે ડરી જાય છે કે તેના સ્કૂટરમાં ચશ્મા વગરના બાપૂજી પર બેઠા છે. હવે ભિડે કેવી પણ રીતે બાપૂજીને પાછા લાવશે. આ જાણીને ટપૂ અને જેઠાલાલ શું કરશે તે જોવું દિલચસ્પ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 02:57 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK