જેનિફર વિન્ગેટ તેની પહેલી વેબ-સિરીઝમાં આર્મી લૉયરના પાત્રમાં

Updated: Jan 22, 2020, 15:16 IST | Path Dave | Mumbai

ઓગણત્રીસ ડિસેમ્બરે ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ ‘alt બાલાજી’ પર રિલીઝ થનારી ‘કોડ એમ’ નામની સિરીઝની વાર્તા અને બાકીની સ્ટારકાસ્ટ પણ રસપ્રદ છે

જેનિફર વિન્ગેટ
જેનિફર વિન્ગેટ

એકતા કપૂરના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘અલ્ટ બાલાજી’ માટે એક નવી વેબ-સિરીઝનું શૂટિંગ ઑલમોસ્ટ પૂરું થઈ ચૂક્યું છે અને પોસ્ટ-પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. એ વેબ-સિરીઝનું નામ ‘કોડ એમ’(Code M) છે અને એની વાર્તા ભારતીય આર્મીના બૅકડ્રૉપમાં આકાર લે છે.
ઇન્ડિયન આર્મીની લૉયર મોનિકા મેહરા મિલિટરી એન્કાઉન્ટરના એક કેસના ઇન્વેસ્ટિગેશન દરમ્યાન કંઈક કૉન્સ્પિરસી ભાળે છે અને એના ઉકેલ દરમ્યાન ઇન્ડિયન આર્મી હચમચી જાય એટલાં રહસ્યોનો ઘટસ્ફોટ થાય છે. આ મોનિકા મેહરાનું પાત્ર જાણીતી ટેલિવિઝન અભિનેત્રી જેનિફર વિન્ગેટ ભજવી રહી છે. તેની સાથે ઑફિસર અંગદના પાત્રમાં ‘ઇન્સાઇડ એજ’ અને ‘પૉઇઝન’ સહિતની વેબ-સિરીઝમાં દેખાઈ ચૂકેલો તનુજ વીરવાણી છે. ૨૯ ડિસેમ્બરે રિલીઝ થનારી આ સિરીઝમાં જાણીતા અભિનેતા અને ડિરેક્ટર રજત કપૂર પણ મહત્ત્વના રોલમાં છે. આ રસપ્રદ કાસ્ટમાં વધુ બે નામો તાજેતરમાં ઉમેરાયાં છે, એમાં એક છે ‘ક્રિમિનલ જસ્ટિસ’ વેબ-સિરીઝમાં દેખાયેલી મધુરિમા રૉય અને બીજું છે ટીવી સિરીઝ ‘લવ બાય ચાન્સ’ તથા ‘કપૂર ઍન્ડ સન’ ફિલ્મમાં દેખાયેલો અલેખ કપૂર. પહેલી વેબ-સિરીઝ કરી રહેલા અલેખનું પાત્ર ગ્રે શેડ હશે.

આ પણ જુઓઃ Jennifer Winget: જુઓ 'બેહદ'ની બોલ્ડ માયાનો ગ્લેમરસ અંદાજ

ઉલ્લેખનીય છે કે છેલ્લે ‘કલર્સ’ના શો ‘બેપનાહ’માં હર્ષદ ચોપડા સાથે ઝોયા સિદ્દીકીના પાત્રમાં દેખાયેલી જેનિફર વિન્ગેટનો ડિજિટલ-વર્લ્ડમાં આ ડેબ્યુ છે. તેની ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન સોની પર આવેલી રોમૅન્ટિક-થ્રિલર ‘બેહદ’ સિરિયલની બીજી સીઝન પણ ૧૮ નવેમ્બરે ઑન-ઍર થઈ રહી છે. ‘બેહદ’માં જેનિફરનું ‘માયા મલ્હોત્રા’નું પાત્ર ખાસું લોકપ્રિય થયું હતું. જોવાનું એ છે કે દર્શકોને અક્ષય ચૌબે દિગ્દર્શિત કોર્ટરૂમ ડ્રામા સિરીઝ ‘કોડ એમ’માં આર્મી ઑફિસરના યુનિફૉર્મમાં સજ્જ જેનિફરનું પાત્ર કેવું લાગે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK