Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 2020માં કૉમેડી પાત્રો ભજવવા છે જેનિફરને

2020માં કૉમેડી પાત્રો ભજવવા છે જેનિફરને

02 January, 2020 01:15 PM IST | Mumbai

2020માં કૉમેડી પાત્રો ભજવવા છે જેનિફરને

જેનિફર વિન્ગેટ

જેનિફર વિન્ગેટ


જેનિફર વિન્ગેટનું કહેવું છે કે ૨૦૨૦માં તેણે હવે કૉમેડી રોલ કરવા છે. વર્ષની શરૂઆતમાં દરેક ઍક્ટર કોઈ ને કોઈ સંકલ્પ લે છે અને જેનિફર કૉમેડી કરવા માગે છે. તે હાલમાં ‘બેહદ ૨’માં માયાના પાત્રમાં જોવા મળી રહી છે. આ વર્ષ તે વેબ-શો ‘કોડ એમ’ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે જેમાં તે ઍક્શન અવતારમાં જોવા મળશે. નવા વર્ષના સંકલ્પ વિશે વાત કરતાં જેનિફરે કહ્યું હતું કે ‘૨૦૨૦માં મારે ખરેખર કૉમેડી પાત્રો ભજવવાં છે અને કેટલાક લાઇટ-હાર્ટેડ શોમાં કામ કરવું છે. ટીવી પર ‘બેહદ’ દ્વારા મને એક અલગ જ ઇમેજ મળી છે અને માયાને પસંદ કરવા માટે હું દરેક દર્શકોનો આભાર માનું છું. મેં મોટા ભાગના પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે, હવે કૉમેડી બાકી છે. મારા આવનારા વેબ-શોમાં મેં ઍક્શન કરી છે અને શૂટિંગ દરમ્યાન મેં એને એન્જૉય પણ ઘણી કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 01:15 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK