મરાઠી મુલગી બની જેનિફર વિન્ગેટ
જેનિફર વિન્ગેટ ‘બેહદ 2’માં મરાઠી લુકમાં જોવા મળી છે. આ શોની પહેલી સીઝનમાં માથાફરેલ પ્રેમિકાનો રોલ ભજવનાર જેનિફર હાલની સીઝનમાં પણ વધુ ખતરનાક અવતારમાં પાછી ફરી છે. માયાનું પાત્ર ભજવતી જેનિફર મરાઠી મુલગીના અવતારમાં જોવા મળી હતી. આ નવા લુક પર ખુશી વ્યક્ત કરતાં જેનિફરે કહ્યું હતું કે ‘આવી રીતે તૈયાર થવાની ખૂબ મજા પડી, કેમ કે અગાઉ મેં કદી આવો લુક નહોતો અપનાવ્યો, ખાસ કરીને ‘બેહદ’માં. એમાં તમે માયા પાસે આવા પહેરવેશની આશા પણ ન રાખી શકો. સેટ પર તો મારી સાથે અન્ય લોકો પણ ખૂબ ખુશ થયા હતા. હું આ જ કપડાંમાં મારા ઘરે ગઈ હતી. મારી ઇચ્છા હતી કે મારી મમ્મી મને આ પારંપરિક પરિધાનમાં જુએ. અગાઉ મને કદી આવો વેશ પહેરવાની તક નહોતી મળી. મારી મમ્મી પણ મને આ લુકમાં જોઈને ખુશ થઈ ગઈ હતી.’