જેનિફર વિન્ગેટની જૂના કો-સ્ટાર ગૌતમ સાથે મિત્રતા વધી રહી છે

Published: 31st December, 2014 05:20 IST

એકટર  હસબન્ડ કરણ સિંહ ગ્રોવર સાથેનો નાતો તૂટી ગયા બાદ ટીવી-ઍક્ટ્રેસ જેનિફર વિન્ગેટ હવે તેના અગાઉના કો-સ્ટાર ગૌતમ રોડે તરફ ઢળી રહી હોવાની વાતો સંભળાઈ રહી છે.


ગૌતમના નવા શો ‘મહાકુંભ’ના લૉન્ચિંગમાં હાજર સૂત્રોએ કહ્યું હતું કે ‘બન્ને સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’માં જોડી જમાવી ચૂક્યા છે અને આ સિરિયલના સેટ પર બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. તાજેતરમાં ગૌતમે પોતાની નવી સિરિયલના લૉન્ચિંગમાં જેનિફરને નિમંત્રણ આપ્યું હતું અને તે આવી એટલે તે ગૌતમના લુક અને કામનાં વખાણ કરતાં થાકતી જ નહોતી. જોકે તેને કરણ વિશે પુછાતાં તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.’

ફિલ્મ ‘અલોન’ની કો-સ્ટાર બિપાશા બાસુ સાથેના સંબંધોની ચર્ચા વચ્ચે કરણે ત્રણેક અઠવાડિયાં પહેલાં જ તે અને જેનિફર છૂટાં પડ્યાં હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. અન્ય સૂત્રોએ કહ્યું હતું કે ‘લૉન્ચિંગ બાદ ‘મહાકુંભ’ની કાસ્ટ અને ક્રૂ માટે પાર્ટી રાખવામાં આવી હતી એમાં જેનિફર અને ગૌતમ સાથે જ હતાં. પાર્ટીમાં બન્ને એકબીજા સાથે સહજ દેખાતાં હતાં.’

જોકે ગૌતમે આવી વાતોને નકારી કાઢતાં કહ્યું હતું કે ‘આ સાચું નથી. અમે માત્ર સારાં મિત્રો છીએ, એનાથી વધુ કંઈ જ નથી.’જેનિફરે પણ આવા જ સૂરમાં કહ્યું હતું કે ‘મેં પહેલી વાર આવી વાતો સાંભળી છે. ‘મહાકુંભ’ની લૉન્ચિંગ પાર્ટીમાં હું પ્રોડ્યુસર અરવિંદ બબ્બલના નિમંત્રણથી ગઈ હતી. એના કારણે જ આવીબધી વાતો ઊડી હોવાનું મને લાગે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK