જિતેન્દ્રએ Alt બાલાજીની વેબ-સિરીઝ બારીશ 2 માટે કર્યું શૂટ

Updated: Jan 22, 2020, 13:33 IST | Ahmedabad

આશા નેગી અને શરમન જોષી લીડ રોલમાં : એકતા કપૂરે પપ્પા જિતેન્દ્રનો શૂટ કરતો ફોટો શૅર કર્યો

જિતેન્દ્ર બારીશ 2માં
જિતેન્દ્ર બારીશ 2માં

ડિજિટલ પ્લૅટફૉર્મ Alt બાલાજીની વેબ-સિરીઝ ‘બારીશ 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ શોમાં આશા નેગી અને શરમન જોષીની લીડ જોડી છે. પહેલી સીઝનની સફળતા બાદ એના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ સમાચાર હતા કે દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનો આ શોમાં સ્પેશ્યલ અપીઅરન્સ હશે અને હવે અભિનેતાએ ‘બારીશ 2’નું શૂટિંગ શરૂ કરી નાખ્યું છે. એકતા કપૂરે સોશ્યલ મીડિયા પર શુટિંગ દરમ્યાનનો ફોટો શૅર કર્યો હતો.

ekta-kapoor

આ શોનાં ડિરેક્ટર નંદિતા મહેરા છે જેમણે ‘ઉતરન’, ‘રબ્બા ઈશ્ક ન હોવે’, ‘બાની ઈશ્ક દા કલમા’ જેવા શો ડિરેક્ટ કર્યા છે. ‘બારીશ’ની સ્ટોરીલાઇન ઉપરાંત આશા નેગી અને શરમન જોષીની કેમૅસ્ટ્રી દર્શકોને ગમી છે. આ શોની વાર્તા એક ગુજરાતી બિઝનેસમૅન (શરમન) અને મરાઠી છોકરી (આશા)ની આસપાસ ફરે છે. આશા ‘પવિત્ર રિશ્તા’ સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બની હતી તો અભિનેતા શરમન જોષીને આપણે છેલ્લે ‘મિશન મંગલ’માં જોયો હતો.

એકતાએ પોસ્ટ કરેલો જીતેન્દ્રનો ફોટો પણ ગજબનો હતો. આમાં જીતેન્દ્રનું માત્ર માથું જ દેખાતું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK