જયા બચ્ચને સાધ્યો રવિ કિશન પર નિશાનો, કહ્યું, "જે થાળીમાં ખાઓ છો..."

Published: 15th September, 2020 11:25 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જયા બચ્ચને ડ્રગ્સ કેસ પર આવતા નિવેદનો થકી બોલીવુડની બદનામીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

જયા બચ્ચન
જયા બચ્ચન

રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા (Jaya Bachchan) બચ્ચને ભોજપુરી અભિનેતા તેમજ ગોરખપુર સાંસદ રવિ (Ravi Kishan)કિશન પર લોકસભા સત્રમાં નિશાનો સાધ્યો છે. જયા (Jaya Bachchan) બચ્ચને રવિ (Ravi kishan) કિશનું નામ લઈને કહ્યું કે બોલીવુડ (Bollywood)ને બદનામ કરવામાં આવી રહ્યું છે. આને બદનામ કરવામાં એ લોકો સામેલ છે જે થાળીમાં ખાય છે તેમાં જ...

જયા બચ્ચને ડ્રગ્સ મામલે આવતા નિવેદનો થકી બોલીવુડન બદનામીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિ કિશનના સોમવારે આપેલા નિવેદનનો જવાબ આફતાં કહ્યું છે કે, "લોકો બોલીવુડને બદનામ કરવાના પ્રયત્નમાં લાગેલા છે. કેટલાય દિવસોથી બોલીવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો એવા છે જે થાળીમાં ખાય છે તેને જ વીંધે છે. આ અયોગ્ય છે."

જણાવવાનું કે રવિ કિશને લોકસભામાં સોમવારે દેશ અને બોલીવુડમાં વધતાં ડ્રગ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ સરકારે તસ્કરી અને આના ઉપયોગ કરનારા પર કડકાઇથી પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તેમણે એનસીબીના કામના વખાણ કર્યા હતા.

રવિ કિશને લોકસભામાં કહ્યું હતું કે, "ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગની કુટેવ સૌથી વધારે છે. કેટલાય લોકોને પકડી લેવામાં આવ્યા છે. એનસીબી ખૂબ જ સારું કામ કરી છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તે આ અંગે કડક કાર્યવાહી કરે, દોષીઓને શક્ય એટલું જલ્દી પકડે અને તેમને સજા આપે જેથી પાડોશી દેશોના ષડયંત્રનો અંત આવી શકે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK