Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ચુલબુલ પાંડે જેવો જ છે આ હલચલ પાંડે

ચુલબુલ પાંડે જેવો જ છે આ હલચલ પાંડે

25 December, 2020 04:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચુલબુલ પાંડે જેવો જ છે આ હલચલ પાંડે

ચુલબુલ પાંડે જેવો જ છે આ હલચલ પાંડે


કૉમેડી શો ‘ગુડિયા હમારી સભી પે ભારી’માં એક એવો ટ્રૅક ઉમેરાય છે જેમાં હલચલ પાંડે નામનો એક ઇન્સ્પેક્ટર એન્ટર થાય છે. આ હલચલ પાંડેને જોતી વખતે તમને ‘દબંગ’નો ચુલબુલ પાંડે યાદ આવશે એ નક્કી. ચુલબુલ પાંડેની પેરડી જેવું આ હલચલ પાંડેનું કૅરૅક્ટર જય સોની કરે છે. જય સોની એટલે કે હલચલ પાંડે ગુડિયાના ઘરમાં આવશે અને ઘરમાં આવીને તે ગુડિયાને ટ્રેઇન કરશે. આ ટ્રેઇનિંગ શાને માટે છે અને એ ટ્રેઇનિંગ ગુડિયા બરાબર રીતે લઈ શકશે કે નહીં એની વાત તો આગળના દિવસોમાં જ ખબર પડશે, પણ એટલું નક્કી છે કે ટિપિકલ સાસ-બહૂ ડ્રામાને બદલે ઑડિયન્સને નવી વાત જોવા મળશે, જેમાં લાફ્ટરનો ઢગલો હશે. જયે કહ્યું કે ‘કોવિડ પછી અત્યારે બધા રીફ્રેશ થવા માગે છે. મને જ્યારે મારું કૅરૅક્ટર સમજાવવામાં આવ્યું ત્યારે જ મને થયું કે આ કૅરૅક્ટર સૌકોઈને યાદ રહી જાય એવું બન્યું છે અને મેં તરત જ હા પાડી દીધી. હલચલ પાંડે છે ઇન્સ્પેક્ટર, પણ તેને જોઈને કોઈને ડર નથી લાગવાનો, ઊલટું પ્રેમ જાગશે. ડિટ્ટો ચુલબુલ પાંડે જેવો જ.’

જય સોનીએ લગભગ બે વર્ષથી કોઈ કૅરૅક્ટર કર્યું નહોતું. હવે તે પહેલી વાર આ રીતે ડેઇલી સોપમાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK