તાપસીની થપ્પડને ભારતીય સિનેમાનો માઇલ સ્ટોન ગણાવ્યો જાવેદ અખ્તરે

Published: Mar 01, 2020, 13:23 IST | Mumbai

જાવેદ અખ્તરે ‘થપ્પડ’ને ભારતીય સિનેમાનો માઇલ સ્ટોન ગણાવ્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પાવેલ ગુલાટી લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે.

જાવેદ અખ્તર
જાવેદ અખ્તર

જાવેદ અખ્તરે ‘થપ્પડ’ને ભારતીય સિનેમાનો માઇલ સ્ટોન ગણાવ્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પાવેલ ગુલાટી લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મની સ્ટોરી મૅરિડ કપલની છે. એક થપ્પડ તેમના જીવનમાં કેવાં તોફાન લાવે છે એના પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મ જોયા બાદ ફિલ્મ સાથે જોડાયેલા સૌની પ્રશંસા કરતાં ટ્‍‍વિટર પર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું હતું, ‘મેં આજે એક સેન્સિટિવ, સેન્સિબલ અને વર્તમાન સમયના સમાજને દેખાડતી ફિલ્મ જોઈ. ‘થપ્પડ’ને ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે અને કલાકારોનો પર્ફોર્મન્સ પણ અદ્ભુત છે. હું રાઇટર્સ, ડિરેક્ટર અને કલાકારોની સાથે ફિલ્મની પૂરી ટીમને અભિનંદન આપું છું. આ ફિલ્મ ભારતીય સિનેમાનો માઇલ સ્ટોન છે.’

આ પ્રશંસા બાદ તાપસી પન્નુની ખુશીની કોઈ સીમા નથી રહી. એ વિશે ટ્‍‍વિટર પર તાપસીએ ટ્વીટ કર્યું હતું, ‘આનાથી વિશેષ પ્રશંસા મારા માટે બીજી કોઈ હોઈ જ ન શકે. આજના દિવસે આવી પ્રશંસા મળવી એનાથી સારું કાંઈ નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK