Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં જૈકલીન ફર્નાન્ડિઝે કર્યો એવો ડાન્સ, વીડિયો થઈ ગયો વાઈરલ

ગુજરાતમાં જૈકલીન ફર્નાન્ડિઝે કર્યો એવો ડાન્સ, વીડિયો થઈ ગયો વાઈરલ

22 July, 2019 02:54 PM IST | મુંબઈ

ગુજરાતમાં જૈકલીન ફર્નાન્ડિઝે કર્યો એવો ડાન્સ, વીડિયો થઈ ગયો વાઈરલ

જેક્લિન ફર્નાન્ડિઝ (File Photo)

જેક્લિન ફર્નાન્ડિઝ (File Photo)


બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન સાથે ફિલ્મ કિકથી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર જેકલિન ફર્નાન્ડિઝ સોશિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ જૈકલીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં જેકલીન ફર્નાન્ડિઝ રેડ કલરની સાડીમા સુંદર દેખાઈ રહી છે. હાલ જેકલીન ફર્નાન્ડિઝ ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તે ફેન્સ સાથે મુલાકાત કરી રહી છે. આ મુલાકાત દરમિયાન વચ્ચે થોડો સમય કાઢીને જૈકલીને એક બીટ પર એવો ડાન્સ કર્યો કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો.




સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં એક્સપ્રેશન ક્વીન જેકલીન ફર્નાન્ડિઝ બીટ પર પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી રહી છે. ફેન્સ જેકલીનના આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, સાથે સાથે સાથે જેકલીનના વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં જેકલીન ફર્નાન્ડિસે લાલ રંગની ફ્લોરલ સાડી પહેલી છે, જેના પર જ્વેલરીમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. જેકલીન ફર્નાન્ડિઝના આ વીડિયો પર ઉર્વશી રૌતેલાએ પણ કમેન્ટ કરી છે. ઉર્વશી રૌતેલાએ લખ્યું,'એન્જલ ઈન રેડ'


બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફિલ્મ અલાદીનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ લીડ રોલમાં હતા. જો કે જેક્લિનની સૌથી પહેલી હિટ ફિલ્મ કિક હતી. આ ફિલ્મમાં જેકલીનની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે જેક્લિન ફર્નાન્ડિઝ સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ ડ્રાઈવમાં દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 02:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK