Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાનો ફર્સ્ટ લૂક રીલિઝ

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાનો ફર્સ્ટ લૂક રીલિઝ

29 August, 2019 12:52 PM IST | મુંબઈ

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાનો ફર્સ્ટ લૂક રીલિઝ

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાનો ફર્સ્ટ લૂક રીલિઝ

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાનો ફર્સ્ટ લૂક રીલિઝ


ધડક બાદ જાહ્નવી કપૂરની બીજી ફિલ્મ ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લ (Gunjan Saxena- The Kargil Girl)નો ફર્સ્ટ લૂક રિવીલ કરી દેવામાં આવ્યો છે. કરણ જોહરે ફિલ્મના 3 પોસ્ટર્સ જાહેર કર્યા છે. જેમાં એરફોર્સ ઑફિસર ગુંજન સક્સેના બનેલી જાહ્મવી કપૂરને અલગ અલગ અંદાજમાં બતાવવામાં આવી છે. સાથે જ તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.




ધર્મા પ્રોડકશન્સના બેનર નીચે બનેલી ફિલ્મ આવતા વર્ષે 13 માર્ચે રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં જાહ્નવી કપૂર ફ્લાઈંગ લેફ્ટનેન્ટ ગુંજન સક્સેનાના કિરદારમાં નજર આવશે, જેમણે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પંકજ ત્રિપાઠી તેના પિતાના કિરદારમાં નજર આવશે. ફિલ્મમાં કારગિલ વૉરની સાથે પિતા-પુત્રીના સંબંધો પર ફોકસ કરવામાં આવ્યું છે,જેનો અંદાજ ફર્સ્ટ લૂકથી આવે છે.



પહેલી પોસ્ટમાં જાહ્નવી કપૂર કાગળનું પ્લેન ઉડાવતી બતાવવામાં આવી છે. આ સાથે કરણે કહ્યું કે, તેને કહેવામાં આવ્યું હતું કે છોકરીઓ પાયલટ નથી બની શકે, પરંતુ તે ઉડવા માંગતી હતી.



બીજા પોસ્ટર પર જાહ્નવી કપૂર પાયલટની યૂનિફોર્મ પહેરેલી જોવા મળી રહી છે. સાથી પાયલટ્સ તાળીઓ વગાડી રહ્યા છે.

ત્રીજા પોસ્ટરમાં પંકજ અને જાહ્નવી કપૂરને ગળે મળતા દેખાડવામાં આવ્યા છે. આ સાથે જ લખવામાં આવ્યું કે, તેની તાકાતનો આધાર-તેમના પિતા.


ગુંજન સક્સેનાનું શૂટિંગ લખનઊમાં થયું છે. જહ્નાવીના કરિયરની આ બીજી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન કરણ શર્માએ કર્યું છે. ફિલ્મમાં અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વિજ, રજત બરમેચા અને નીના ગુપ્તા મહત્વની ભૂમિકામાં નજર આવશે.

કોણ છે ગુંજન સક્સેના
ગુંજન પહેલી મહિલા એરફોર્સ પાયલટ છે. 1999માં કારગિલની લડાઈ દરમિયાન ફ્લાઈટ લેફ્ટનેન્ટ ગુંજન સક્સેનાએ ઘાયલોને બચાવવામાં મોટી જવાબદારી નિભાવી હતી. તેમની પોસ્ટિંગ કશ્મીરના એ વિસ્તારમાં હતી જ્યાં પાકિસ્તાનના સૈનિકો ગોળીબારી રહ્યા છે. ગુંજને કોઈ પણ હથિયારની મદદ વગર ઘાયલ જવાનોને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. આ સાહસ માટે ગુંજનને શૌર્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2019 12:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK