Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું શૂટિંગ પૂરું કર્યું જાહ્‌નવી કપૂરે

ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું શૂટિંગ પૂરું કર્યું જાહ્‌નવી કપૂરે

30 December, 2019 11:52 AM IST | Mumbai

ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું શૂટિંગ પૂરું કર્યું જાહ્‌નવી કપૂરે

જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર


જાહ્‌નવી કપૂરે ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’નું શૂટિંગ પૂરુ કરીને એ ફિલ્મને પ્રામાણીક અને યાદગાર જણાવી છે. આ બાયોપિક ભારતીય ઍરફોર્સની ભૂતપૂર્વ પાઇલટ ગુંજન સક્સેનાનાં જીવન પર આધારિત છે. ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૨૦૨૦ની ૧૩ માર્ચે રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ પૂરુ થતાં ડિરેક્ટર શરણ શર્મા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‌નવીએ કૅપ્શન આપી હતી કે ‘મેં બે દિવસ માત્ર એ વિચારવામાં પસાર કર્યા કે આ ફોટોને હું શું કૅપ્શન આપુ કે જેનાથી મને મળેલા અનુભવને હું યોગ્ય શબ્દોમાં ઢાળીને એને ન્યાય આપી શકું. જોકે કંઈ મળ્યુ નહીં એટલે માત્ર એટલુ કહીશ કે ફિલ્મનું શૂટિંગ પૂરુ થયુ. આ સ્પેશ્યલ જર્ની કરવાની તક મળી એ માટે હું નસીબદાર છું. સાથે જ એનાં દ્વારા મને મારો બેસ્ટ ફ્રેન્ડ શરણ શર્મા પણ મળી ગયો. શરણ કહે છે તેમ આ એક પ્રોસેસ છે. મને નથી લાગતું કે ગુંજન સક્સેના જેવી પ્યોર, પ્રામાણીક, સાહસી અને યાદગાર ફિલ્મ કોઈ હોઈ શકે. લોકોને આ ફિલ્મ દેખાડવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.’

આ પણ વાંચો : વિચારો આવકાર્ય છે, પરંતુ હિંસા કરવી એ સમાધાન નથી: અજય દેવગન



અંશુલા માટે પ્રાર્થના કરવા તિરુપતિ જશે જાહ્‌નવી કપૂર


ગઈ કાલે ૨૭ વર્ષની થઈ હતી. આ બર્થ-ડેને કપૂર ફૅમિલીએ ભેગા મળીને સેલિબ્રેટ કર્યો હતો. આ બર્થ-ડે પાર્ટીમાં અર્જુન કપૂર, જાહ્‌નવી, ખુશી કપૂર, બોની કપૂર અને સંજય કપૂર સાથે તેની વાઇફ મહીપ કપૂર અને દીકરી શનાયા પણ હાજર રહી હતી. અંશુલાએ કુલ પાંચ કૅક કટ કરી હતી. એ દરમ્યાન જાહ્‌નવીએ કહ્યું હતું કે ‘હું તારા માટે પ્રાર્થના કરીશ. હું તારા માટે તિરુપતિ જઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2019 11:52 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK