Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાન્હવી કપૂરે રિયલ લાઇફ કારગિલ ગર્લને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ

જાન્હવી કપૂરે રિયલ લાઇફ કારગિલ ગર્લને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ

01 September, 2019 08:17 AM IST | મુંબઈ ડેસ્ક

જાન્હવી કપૂરે રિયલ લાઇફ કારગિલ ગર્લને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ

જાન્હવી કપૂરે આપી કારગિલ ગર્લ ગુજન સક્સેનાને શુભેચ્છાઓ

જાન્હવી કપૂરે આપી કારગિલ ગર્લ ગુજન સક્સેનાને શુભેચ્છાઓ


રીલ લાઇફમાં કારગિલ ગર્લની ભૂમિકા ભજવતી જાન્હવી કપૂરે રિયલ લાઇફ કારગિલ ગર્લ સાથે તાજેતરમાં જ મુલાકાત કરી છે. જાન્હવી કપૂરે તાજેતરમાં જ ગુંજન સક્સેના સાથે તેના જન્મદિવસ પર સમય ફાળવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી. જાન્હવી કપૂર હકીકતે ગુંજનની બાયોપિકમાં કામ કરે છે. ગુંજન સક્સેના કારગિલ યુદ્ધ દરમિયાન પૂર્વ એરફોર્સ પાયલટ રહી ચૂકી છે.

જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, હેપ્પી બર્થ ડે ગુંજન મેમ. તમારો આભાર મને સાહસ અને પરિશ્રમનો યોગ્ય અર્થ સમજાવવા માટે. તમે એક હિરો છો અને કેટલાય લોકો માટે પ્રેરણા છો. તમારી સ્ટોરી દરમિયાન મને મારામાં એક વિશ્વાસ ઉત્પન્ન થતો દેખાયો છે અને આશા છે કે અન્ય લોકો પણ આમાંથી પ્રેરણા લઈ શકશે.



ગુંજન શર્મા: ધ કારગિલ ગર્લને લખનઉ અને જૉર્જિયામાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ ઘણા મહિનાઓ લખનઉમાં પસાર કર્યા છે અને કારગિલ યુદ્ધના સીન્સ શૂટ કરવા માટે ટીમ જૉર્જિયા પણ પહોંચી હતી. તાજેતરમાં જ જૉર્જિયાનું શેડ્યૂલ પૂરું કરવામાં આવ્યું છે.



આ ફિલ્મ ઇન્ડિયન એરફોર્સની પાયલટ ગુંજન શર્માના જીવન પર આધારિત છે. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં બે મહિલાઓએ બહાદૂરીથી કામ કર્યું. આ મહિલાઓના નામ ગુંજન સક્સેના અને શ્રી વિદ્યા છે. આ બન્ને મહિલાઓએ કારગિલ યુદ્ધ દરમિયાન દુશ્મનની મિસાઇલોનો સામનો કર્યો, અને આ શૂરવીરતા માટે ગુંજન સક્સેનાને શૌર્ય ચક્ર સાથે સન્માનિત પણ કરવામાં આવ્યા.

આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

શરણ શર્માના નિર્દેશનમાં બનતી આ ફિલ્મને ધર્મા પ્રૉડક્શન્સ અને ઝી સ્ટુડિયોએ મળીને પ્રૉડ્યૂસ કરી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, જાન્હવી કપૂરના પિતાનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં જાન્હવી, પંકજ સિવાય અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વિજ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 13 માર્ચ 2020માં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 08:17 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK