Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલયાલમ ફિલ્મ હેલનની હિન્દી રીમેકનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે જાહ્‌નવી

મલયાલમ ફિલ્મ હેલનની હિન્દી રીમેકનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે જાહ્‌નવી

02 March, 2021 11:50 AM IST | Mumbai
Mumbai correspondent

મલયાલમ ફિલ્મ હેલનની હિન્દી રીમેકનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે જાહ્‌નવી

મલયાલમ ફિલ્મ હેલનની હિન્દી રીમેકનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે જાહ્‌નવી

મલયાલમ ફિલ્મ હેલનની હિન્દી રીમેકનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે જાહ્‌નવી


જાહ્‌નવી કપૂર મલયાલમ ફિલ્મ ‘હેલન’ની હિન્દી રીમેકનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે. જાહ્‌નવી આ વર્ષે ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. તે હાલમાં રાજકુમાર રાવ સાથેની ‘રૂહી’નું પ્રમોશન કરી રહી છે. સાથે જ ‘ગુડ લક જેરી’નું શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. ત્યાર બાદ તે ‘દોસ્તાના 2’માં પણ જોવા મળવાની છે. જાહ્‌નવી અને સની કૌશલે ‘હેલન’ની હિન્દી રીમેક સાઇન કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ ઉત્તર ભારતની સ્ટોરી પર આધારિત છે. ડિરેક્ટર મથુકુટ્ટી ઝૅવિયર તેની ટીમ સાથે ફિલ્મ માટે લોકેશન્સની શોધ કરી રહ્યા છે. શૂટિંગની તારીખ નક્કી થતાં જ બન્ને પોતાના રોલની તૈયારી શરૂ કરી દેશે. મનોજ પાહવા ફિલ્મમાં જાહ્‌નવીના ઑનસ્ક્રીન પાપા બનશે. આ હિન્દી રીમેકને જાહ્‌નવીના ડૅડી બોની કપૂર પ્રોડ્યુસ કરશે એવી શક્યતા છે. મલયાલમ ફિલ્મ ‘હેલન’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. ફિલ્મને ઘણા અવૉર્ડસ પણ મળ્યા હતા. હિન્દીની સાથે જ આ ફિલ્મને તામિલમાં પણ બનાવવામાં આવશે.   


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 11:50 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK