Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાપા બોની કપૂરની ફિલ્મ બૉમ્બે ગર્લમાં દેખાશે જાન્હવી કપૂર,આવી હશે કહાની

પાપા બોની કપૂરની ફિલ્મ બૉમ્બે ગર્લમાં દેખાશે જાન્હવી કપૂર,આવી હશે કહાની

08 October, 2019 04:49 PM IST | મુંબઈ

પાપા બોની કપૂરની ફિલ્મ બૉમ્બે ગર્લમાં દેખાશે જાન્હવી કપૂર,આવી હશે કહાની

જાન્હવી કપૂર

જાન્હવી કપૂર


બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરને એક પછી એક ફિલ્મની ઑફર મળી રહી છે. જાન્હવીએ ભલે અત્યાર સુધીમાં માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું હોય, પરંતુ તેને સતત ફિલ્મોની ઑફર મળી રહી છે. હવે જાન્હવી હવે પાપા બોની કપૂરના પ્રોડક્શનમાં જ કામ કરવાની છે અને જલ્દી જ પિતાના પ્રોડક્શન બેનર નીચે એક્ટિંગ કરતી નજર આવશે.

જણાવી દઈએ કે બોની કપૂર અને નિર્માતા મહાવીર જૈન એક સાથે મળીને બૉમ્બે ગર્લ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં જાન્હવી મુખ્ય ભૂમિકામાં હશે. એવામાં તેમની અનેક અપકમિંગ ફિલ્મોમાં બૉમ્બે ગર્લનું નામ પણ જોડાઈ ગયું છે. આ પહેલા ગુંજન સક્સેનાની બાયોપિક ધ કારગિલ ગર્લ, તખ્ત, દોસ્તાના-2, રૂહી અફ્ઝા જેવી ફિલ્મો પાઈપલાઈનમાં છે.

ફિલ્મની કહાનીને લઈને સામે આવી રહેલી જાણકારી અનુસાર ફિલ્મમાં જાન્હવી કપૂર એક વિદ્રોહી યુવતીના કિરદારમાં હશે. ફિલ્મમાં ક્લબ 60 ફેમ નિર્દેશક સંજય ત્રિપાઠીએ લખ્યું છે કે અને જણાવવામાં આવી રહ્યું છે કે  ફિલ્મનું નિર્દેશન પણ તેમના હાથમાં હશે. અહેવાલો પ્રમાણે ફિલ્મની કહાની બે પેઢીઓના વિચારોમાં આવેલા અંતરને બતાવશે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે લાખોની 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે!



ફિલ્મ સાથે જોડાયેલા કિરદારોની જાણકારી આવવાની બાકી છે. ત્યાં જ જાન્હવી કપૂરના અન્ય પ્રોજેક્ટ્સ ધ કારગિલ ગર્લ અને ધ કારગિલ ગર્લ અને રૂહી અફ્ઝાની તૈયારીઓ ચાલી રહી છે અને જલ્દી જ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 04:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK