જાન્હવી કપૂરે કરાવ્યું નવું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

Published: Feb 03, 2020, 20:35 IST | Mumbai Desk

રફલ્ડ સ્લીવ્સ સાથે બેઝ કલરના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. તેના ખુલ્લા વાળ અને હેવી-એક્સેસરીઝ લુક તેમના ઓવરઑલ ગેટ-અપને પૂરું કરી રહ્યા છે.

જાન્હવી કપૂર સ્ટાર કિડ્સમાં સૌથી વધારે ફેમસ બી-ટાઉનની ફેશનિસ્ટા છે. યુવાનોની ધડકન જ્યારે પણ બહાર નીકળે છે તો લોકો પાછળ ફરીને જુએ છે ત્યારે લોકોના માથા તેને જોવા માટે ફરતાં હોય છે. તે હંમેશા પોતાના ફેશન ગેમ યોગ્ય રાખે છે. તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તે બધાંને પસંદ આવી રહી છે.

રફલ્ડ સ્લીવ્સ સાથે બેઝ કલરના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. તેના ખુલ્લા વાળ અને હેવી-એક્સેસરીઝ લુક તેમના ઓવરઑલ ગેટ-અપને પૂરું કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Janu✨🦢 for @feminaweddingtimes @janhvikapoor

A post shared by 🌸Khans & Kapoors🌸 (@sarajanhvi) onFeb 2, 2020 at 12:48am PST

ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં પોતાની ધાકડ શરૂઆત કર્યા બાદ જાન્હવી કપૂર એક જબરજસ્ત ઉડાન ભરી રહી છે. હાલ તે 'દોસ્તાના'ના સીક્વલની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સિવાય લક્ષ્યા સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરતાં દેખાશે. આ સિવાય તેની પાસે અન્ય રસપ્રદ પ્રૉજેક્ટ્સ છે, જેમાં ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ, રૂહીઅફઝા, અને કરણ જોહરના નિર્દેશનમાં બનનારી મલ્ટી-સ્ટારર ડ્રામા 'તખ્ત' પણ સામેલ છે.

 
 
 
View this post on Instagram

GORGEOUS✨💖 @janhvikapoor @feminaweddingtimes

A post shared by 🌸Khans & Kapoors🌸 (@sarajanhvi) onFeb 2, 2020 at 12:20am PST

ફિલ્મ રૂહીઅફઝામાં રાજ કુમાર રાવની પણ મુખ્ય ભૂમિકા હતી. જાન્હવી કપૂરની ફિલ્મ ધડકમાં તેમના સિવાય ઇશાન ખટ્ટરની મુખ્ય ભૂમિકા હતી. બધાંને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટર વચ્ચે અફેર હોવાની વાત કહેવામાં આવે છે. જો કે, તાજેતરમાં આ બન્ને વચ્ચે અંતર વધતું જોવા મળે છે. જાન્હવી કપૂરની ફિલ્મ તખ્તમાં તેના સિવાય રણવીર સિંહ, વિકી કૌશલ, અનિલ કપૂર, કરીના કપૂરની મુખ્ય ભૂમિકામાં હોવાની વાત કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

જાન્હવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સીરિયસ છે અને તે વર્કઆઉટ કરવાનું જરાય ભૂલતી નથી. જાન્હવી કપૂરની જિમના બહારની તસવીરો ઘણીવાર વાયરલ થતી હોય છે. જાન્હવી કપૂર પાસે ઘણી ફિલ્મો છે અને તે પોતાની મા શ્રીદેવીના પગલે ચાલવા માગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK