જાન્હવી કપૂરે શૅર કર્યો એવો ફોટો, કે યૂઝર્સે કરી શ્રીદેવી સાથે તુલના...

Published: Sep 16, 2019, 15:40 IST | મુંબઈ ડેસ્ક

આ તસવીરો ફોટોશૂટ દરમિયાનની છે જે અભિનેત્રીએ એક મેકઅપ બ્રાન્ડ માટે કરાવી છે.

જાન્હવી કપૂર
જાન્હવી કપૂર

શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની તસવીરો ઘણીવાર તે સોશિયલ મીડિયા પર શૅર કરતી હોય છે. તાજેતરમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરી છે. જે ઘણી બૉલ્ડ છે. આ તસવીરોમાં જાન્હવી ગ્લેમરસ અને બૉલ્ડ દેખાય છે. આ તસવીરો ફોટોશૂટ દરમિયાનની છે જે અભિનેત્રીએ એક મેકઅપ બ્રાન્ડ માટે કરાવી છે.

આ તસવીરો શૅર કરતાં જાન્હવીએ સરસ મજાનું કૅપ્શન પણ લખ્યું છે જેમાં તે એક બ્યૂટી પ્રૉડક્ટ માટે પોતાની દીવાનગી દર્શાવે છે. આ બધી તસવીરો ક્લોઝઅપ છે, તેમાં ફક્ત અભિનેત્રીનો ચહેરો જ દેખાય છે.

Janhvi Kapoor

જાન્હવીની આ તસવીરો વિશે લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કોઇ તેની તુલના તેની માતા શ્રીદેવી સાથે કરે છે તો કોઇ તેને નેચરલ બ્યૂટીનો ટેગ આપે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો બોલીવુડ ફિલ્મ 'ધડક' સાથે ડેબ્યૂ કરનારી શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર ઘણી ફિલ્મોમાં દેખાવાની છે. હાલ તે પોતાની અપકમિંગ ફિલ્મ 'ગુંજન સક્સેના'ને લઇને ચર્ચામાં છે. આ સિવાય જાન્હવી કપૂર 'રૂહી અફ્ઝા', 'તખ્ત' અને 'દોસ્તાના 2'માં પણ દેખાવાની છે. એટલે કે અભિનેત્રી હાલ સંપૂર્ણપણે પોતાનું કરિઅર બનાવવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : સઈ બર્વેઃરિયલ લાઈફમાં આટલી મોડર્ન છે 'લક્ષ્મી સદૈવ મંગલમ્'ની સાડી ગર્લ

જાન્હવી કપૂરની ફિલ્મ 'રૂહી અફ્ઝા'ની શૂટિંગ પૂરી થઈ ગઈ છે, આ વાતની માહિતી તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે. અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર એક બૂમરેન્ગ શૅર કર્યો છે જેમાં કે ફિલ્મની શૂટિંગ પૂરી થવાની માહિતી આપે છે. 'રૂહી અફ્ઝા'માં જાન્હવી કપૂર સાથે રાજકુમાર રાવ પણ મુખ્ય પાત્રમાં રહેશે.

Janhvi Kapoor

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK