જાન્હવી કપૂરે શૅર કરી બહેન ખુશીની અનસીન તસવીરો, આ રીતે આપી વધામણી

Published: Nov 05, 2019, 18:44 IST | Mumbai Desk

ઇન્સ્ટાગ્રામ પર જાન્હવી કપૂરે અનેક એવી તસવીરો પણ શૅર કરી છે, જે આ પહેલા સોશિયલ મીડિયા પર ક્યારેય નથી આવી.

જાન્હવી કપૂરે શૅર કરી બહેન ખુશીની અનસીન તસવીરો, આ રીતે આપી વધામણીબોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂરે પોતાની બહેન ખુશી કપૂરને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. આજે વિદેશમાં ભણતૂ ખુશી કપૂરનો 19મો જન્મદિવસ છે અનેઆ ખાસ અવસરે જાન્હવીએ ખુશી માટે એક ઇમોશનલ પોસ્ટ લખતાં તેની એક અનસીન તસવીર શૅર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર જાન્હવી કપૂરે અનેક એવી તસવીરો પણ શૅર કરી છે, જે આ પહેલા સોશિયલ મીડિયા પર ક્યારેય નથી આવી.

 
 
 
View this post on Instagram

I’m so proud of you. You’re my lifeline. Happy birthday I miss you so much ❤️❤️❤️❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onNov 4, 2019 at 9:06pm PST

આ તસવીરો સાથે જાન્હવી કપૂરે લખ્યું છે કે, "મને તારા પર ગર્વ છે. તું મારી લાઇફલાઇન છે. હેપ્પી બર્થ ડે. હું તને ખૂબ જ મિસ કરું છું." જણાવીએ કે ખુશી કપૂર ન્યૂયૉર્ક ફિલ્મ એકેડમીમાં સ્ટડી કરી રહી છે અને ભારતની બહાર રહે છે. શૅર કરેલી તસવીરો અને વીડિયોઝમાં ખુશી અને જાન્હવી ખૂબ જ સરસ દેખાઇ રહી છે. તસવીરોમાં બન્ને બહેનોની વિદેશ અને ભારતની તસવીરો સામેલ છે.

 
 
 
View this post on Instagram

It’s a famjam 🌈✨ Happy Diwali!!

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onOct 27, 2019 at 10:40am PDT

તો જાન્હવીએ એક વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં જાન્હવી ખુશી માટે હેપ્પી બર્થડે ટૂ યૂ પણ ગાતી જોવા મળે છે. વિદેશ જતાં પહેલા ખુશી અને જાન્હવી કપૂરની કેટલીય તસવીરો સામે આવતી હતી, પણ હવે બન્ને અલગ અલગ સ્થળે રહે છે. જાન્હવીએ 8 તસવીરો અને 2 વીડિયો શૅર કર્યા છે. જણાવીએ કે ખુશી કપૂર હજી બહાર છે અને માનવામાં આવે છે કે ન્યૂયૉર્કથી કમબૅક પછી ખુશી પણ પોતાની બહેનની જેમ બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

જણાવીએ કે જાન્હવી કપૂરે ફક્ત ખુશી માટે આવી પોસ્ટ નથી કરી, જ્યારે પરિવારમાં કેટલાય સભ્યો માટે આવી પોસ્ટ કરી ચૂકી છે. આ પહેલા જાન્હવી કપૂરે અર્જુન કપૂરથી લઈને પિતા બૉની કપૂર સુધીના અનેક લોકો સાથે તસવીર શૅર કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK