જાન્હવી કપૂર: મમ્મીના 'ચાંદની' અને 'મિ.ઈન્ડિયા'નાં ગીતને રીક્રિએટ કરવા માંગુ છું

Updated: May 28, 2020, 11:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જાન્હવીએ ર્સ્વગીય માતા શ્રીદેવીના અભિનય અને ડાન્સિંગ સ્કિલ્સની માંડીને વાત કરી, કહ્યું કે તેના ગીતોને મોટા પડદા પર રીક્રિએટ કરવાની ઈચ્છા છે

જાન્હવી કપૂર માતા શ્રીદેવી સાથે
જાન્હવી કપૂર માતા શ્રીદેવી સાથે

'ફિલ્મફેર' દ્વારા હૉસ્ટ કરવામાં આવતા શોમાં લૉકડાઉન દરમ્યાન અભિનેત્રી જાન્હવી કપૂરે આપેલો ઈન્ટરવ્યુ ખરેખર અદ્ભુત છે. ફિલ્મફેરના આ શોમાં સેલેબ્ઝ પોતાના અંગત જીવનના ખુલાસા કરે છે. શોના લેટેસ્ટ એપિસોડમાં જાન્હવી કપૂરે ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમા તેણે ર્સ્વગીય માતા શ્રીદેવીના ઉત્તમ અભિનય અને ડાન્સિંગ સ્કિલ્સની વાતો દિલ ખોલીને કરી હતી. તેમજ કહ્યું હતું કે, તે મમ્મીના કેટલાક ગીતોને મોટા પડદા પર રીક્રિએટ કરવા માંગે છે.

મમ્મી શ્રીદેવીની ડાન્સિંગ સ્કિલ્સ વિશે જાન્હવીએ કહ્યું હતું કે, ડાન્સ એટલે ફક્ત સ્ટેપ્સ જ નહીં, સ્ટેપ્સ યાદ રાખવા એ તો સૌથી છેલ્લી બાબત છે. સૌથી મહત્વનું એ છે કે ડાન્સ કરતી વખતે તેને એન્જોય કરવો જોઈએ, એવું મારી મમ્મી હંમેશા શીખવાડતી. મને બરાબર યાદ છે, જ્યારે હું નાની હતી ત્યારે મમ્મી એક એવોર્ડ ફંક્શન માટે રીહર્સલ કરતી હતી અને મેં તેને બહુ લાંબા સમય બાદ રીહર્સલ કરતાં જોઈ હતી. મને હજી પણ યાદ છે, મમ્મી રીહર્સલ કરવાની બદલે ઘરમાં સ્ટેપ્સનું માર્કિંગ કરી રહી હતી. પછી મેં જ્યારે સ્ટેજ પર તેનું પર્ફોમન્સ જોયું ત્યારે તે જોઈને મને આશ્ચર્ય થયું હતું. કારણકે મેં ઘરે જે જોયું અને સ્ટેજ પર જે જોયું એ બન્નેમાં બહુ ફરક હતો. તેના પર્ફોમન્સે બધાનાં હોશ ઉડાડી દીધા હતા.

જાન્હવીએ વધુમાં કહ્યું હતું કે, જો મને ક્યારેક તક મળે તો 'ચાંદની'નું ગીત અને 'મિસ્ટર ઈન્ડિયા'માંથી કાટે નહીં કટતે ગીતને રીક્રિએટ કરવાની ઈચ્છા છે. આ ફક્ત એક ડાન્સ જ નહોતો, પણ ડાન્સ દ્વારા તેને ઘણું બધું અભિવ્યક્તિ કર્યું હતું. તેમાં એવા કોઈ ડાન્સ સ્ટેપ્સ નહોતા પણ તેના લટકા ઝટકાએ સહુના મન મોહી લીધા હતા. 'મિસ્ટર ઈન્ડિયા'નું હવા હવાઈ ગીત પણ એટલું જ મજેદાર છે.

ફિલ્મફેરના લૉકડાઉન કર્ન્વસેશનમાં જાન્હવીએ આગામી ફિલ્મો અને ક્વોરન્ટાઈનમાં સમય કઈ રીતે પસાર કરી રહી છે તે વિશે પણ વાતો કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK