Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવીને યાદ કરીને દીકરી જાન્હવી થઈ ઈમોશનલ

શ્રીદેવીને યાદ કરીને દીકરી જાન્હવી થઈ ઈમોશનલ

25 February, 2019 07:37 AM IST |

શ્રીદેવીને યાદ કરીને દીકરી જાન્હવી થઈ ઈમોશનલ

જાન્હવી કપૂર

જાન્હવી કપૂર


"મારું હૃદય હંમેશાં ભારી રહેશે. પરંતુ હું હંમેશાં હસતી રહીશ કારણ કે તેમાં તમે છો.' આ મેસેજ પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરે પોતાની માતાને યાદ કરતા લખ્યુ છે. જાન્હવીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શૅર કરતા આ મેસેજ લખ્યો છે.

જાન્હવી કપૂર પોતાની માતા શ્રીદેવીને યાદ કરીને ઈમોશનલ થઈ ગઈ છે. ખરેખર, પ્રખ્યાત અભિનેત્રી અને બૉલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની 24 મી ફેબ્રુઆરીના રોજ પહેલી પુણ્યતિથિ છે. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું.




એક દિવસ પહેલા શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી કપૂરે માતાને યાદ કરતા ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીર પોસ્ટ કરી છે. એને જોઈને લાગી રહ્યું છે કે આ તસવીર જાન્હવીના બાળપણની છે જેમાં માતાના હાથમાં એનો હાથ છે. એને એવુ લાગે છે કે માતા હંમેશા એની સાથે છે.

શ્રીદેવીના મૃત્યુ બાદ અર્જુન કપૂરે બંને બહેન જાન્હવી અને ખુશી કપૂરને સંભાળ્યા છે. બાદ બધા વચ્ચે સારી બોન્ડિંગ રહી છે. જ્યારે જાન્હવીની પહેલી ફિલ્મ ધડક આવી હતી ત્યારે અર્જુને તેને શુભેચ્છા પણ આપી હતી.


આ પણ વાંચો : અજય દેવગનની 'ટોટલ ધમાલ' ફિલ્મે કરી આટલી કમાણી

જણાવી દઈએ કે શ્રીદેવીને 65મી રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. આ પુરસ્કાર 'મૉમ' ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2019 07:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK