જાણો કેમ જાન્હવી કપૂરને ડ્રાઇવર પાસેથી લેવા પડ્યા પૈસા, જુઓ વીડિયો

Published: Aug 16, 2019, 20:27 IST | મુંબઈ ડેસ્ક

જાન્હવી કપૂર કરણ જોહરની ફિલ્મ તખ્તમાં ટૂંક સમયમાં જોવા મળશે.

જાન્હવી કપૂર (ફાઇલ ફોટો)
જાન્હવી કપૂર (ફાઇલ ફોટો)

દિવંગત ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં જાન્હવી કપૂર પોતાના ડ્રાઇવર પાસેથી પૈસા ઉધાર માગે છે. એવી સ્થિતિ એટલા માટે આવી કારણકે તેની પાસે પૈસા ન હતા અને એક બાળક તેની પાસે આવે છે અને તેની પાસે પૈસા માગવા લાગે છે પણ તેની પાસે પૈસા ન હતાં અને તે બાળક પૈસા માગતા માગતા તેની ગાડી સુધી આવી ચાલતો જાય છે. ત્યાર પછી જાન્હવી કપૂર પોતાના ડ્રાઇવર પાસેથી પૈસા માગીને તે છોકરાને આપે છે.

ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં તેની ભૂમિકા લોકોને ખૂબ જ પસંદ આવી હતી જાન્હવી કપૂરની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હવે જાન્હવી કપૂરનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને ખબર ખબર પડે છે કે જાન્હવી કપૂર ઘરેથી નીકળતી વખતે પૈસા સાથે રાખતી નથી અને તેથી જ તેને પૈસા ડ્રાઇવર પાસેથી ઉધાર લેવા પડ્યા.

 
 
 
View this post on Instagram

#janhvikapoor genuinely out of cash but driver lends as a girl child wanted help👍 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onAug 13, 2019 at 9:40am PDT

આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે વીડિયોમાં બાળકની માસૂમિયત અને ખુશી સ્પષ્ટ દેખાય છે. બાળક પ્રત્યે જાન્હવી કપૂરનો પ્રેમ પોતીકાપણું લોકોને ખૂબ જ ગમે છે. જાન્હવી કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ કારગિલ ગર્લ, ગુંજન સક્સેનાની બાયોપિક અને રૂહીઅફઝામાં દેખાશે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ફિલ્મ રૂહીઅફઝામાં જાન્હવી સિવાય રાજકુમાર રાવની પણ મુખ્ય ભૂમિકા છે. જાન્હવી કપૂર આ સિવાય કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. આ ફિલ્મને લઇને તે ખૂબ જ ઉત્સાહિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK