ગુડ લક જેરીનું શૂટિંગ શરૂ કર્યું જાહ્નવી કપૂરે

Published: 12th January, 2021 15:22 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ફિલ્મના પહેલા શેડ્યુલને સિદ્ધાર્થ સેનગુપ્તા ડિરેક્ટ કરશે

જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર

ફિલ્મમેકર આનંદ એલ. રાયની ‘ગુડ લક જેરી’નું જાહ્નવી કપૂરે શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે દીપક ડોબરિયાલ, સુશાંત સિંહ, મીતા વશિષ્ઠ અને નીરજ સૂદ જોવા મળશે. પંજાબમાં આ ફિલ્મનું શૂટિંગ માર્ચ સુધી ચાલશે. આ ફિલ્મના પહેલા શેડ્યુલને સિદ્ધાર્થ સેનગુપ્તા ડિરેક્ટ કરશે અને એની સ્ટોરી પંકજ મત્તાએ લખી છે. જાહ્નવી છેલ્લે ‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’માં જોવા મળી હતી. આનંદ એલ. રાયે તાજેતરમાં જ અક્ષયકુમાર અને સારા અલી ખાન સાથેની ‘અતરંગી રે’નું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આનંદ એલ. રાયે કૅપ્શન આપી હતી કે ‘કલર યલો 2021નું સ્વાગત ‘ગુડ લક જેરી’ સાથે કર્યું છે. જાહ્નવી કપૂર સાથેની આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK