તામિલની હિટ કોલામાવુ કોકિલાની રીમેકનું શૂટિંગ શરૂ કરશે જાહ્નવી
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર ૨૦૧૮માં આવેલી તામિલ હિટ ‘કોલામાવુ કોકિલા’ની રીમેકમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું શૂટિંગ તે ૨૦૨૧ની ૯ જાન્યુઆરીથી પંજાબમાં શરૂ કરવાની છે. આ ફિલ્મને ૪૫ દિવસમાં શરૂઆતથી એન્ડ સુધીનું શૂટિંગ કરવાની યોજના છે. પંજાબના વિવિધ ભાગોમાં એનું શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મને આનંદ એલ. રાય પ્રોડ્યુસ કરશે અને સિદ્ધાર્થ સેન ગુપ્તા ડિરેક્ટ કરશે.