Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાયોપિક ટીઝર જોઈને ગુંજન સકસેનાએ કરેલ પ્રશંસાથી ગર્વ અનુભવે છે જાહ્નવી

બાયોપિક ટીઝર જોઈને ગુંજન સકસેનાએ કરેલ પ્રશંસાથી ગર્વ અનુભવે છે જાહ્નવી

13 June, 2020 09:51 PM IST | Mumbai Desk
Agencies

બાયોપિક ટીઝર જોઈને ગુંજન સકસેનાએ કરેલ પ્રશંસાથી ગર્વ અનુભવે છે જાહ્નવી

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર


‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’નું ટીઝર જોઈને ગુંજન સકસેનાએ જાહ્નવી કપૂરની ખૂબ પ્રશંસા કરી છે. એથી જાહ્નવી પણ ખૂબ ગર્વ અનુભવી રહી છે. ગુંજન સક્સેના ઇન્ડિયન ઍર ફોર્સમાં પાઇલટની ફરજ બજાવી ચૂકી છે. તેણે 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં પણ પોતાની બહાદુરી દેખાડી હતી. તેના જીવનને, તેની સિદ્ધિઓને આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વીજ અને આયેશા રઝા જોવા મળવાનાં છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એને જોઈને લિવિંગ લેજન્ડ ગુંજન સકસેનાએ જાહ્નવીની પ્રશંસા કરી હતી. એ નોટ્સ જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. એ નોટ્સમાં લખવામાં આવ્યુ છે કે ‘ખૂબ જ સુંદર રીતે મારી તમામ જૂની યાદોને રજૂ કરવામાં આવી છે. મારા મોન્ટાજ પર જાહ્નવીનો વૉઇસ ઓવર સાંભળીને ખુશી થઈ છે. મને લાગે છે કે એ સમૃદ્ધ જર્નીને પૂરો કરવાનો સમય આવી ગયો છે. એ જર્ની ત્રણ વર્ષ પહેલાં શરણ શર્મા સાથે શરૂ કરવામાં આવી હતી. શરણ સાથેની એ જર્ની ખરેખર શાનદાર રહી છે. મારી લાઇફને સ્ક્રીન પર રજૂ કરવા માટે હું હંમેશાંથી તેની પ્રામાણિકતા, નિષ્ઠા અને લાગણીની પ્રશંસા કરતી આવી છું. મારી ઉંમરની દરેક વ્યક્તિ પાસે કહેવા માટે સ્ટોરી છે. એમાંથી હું લકી છું કે મારી પાસે શરણ અને જાહ્નવી છે જે મારી સ્ટોરીને દર્શાવશે. કોઈ પણનું જીવન માત્ર પાર્કમાં ચાલવા જેટલું સીમિત નથી હોતું. મારું પણ કંઈ અલગ નહોતું. જોકે એક સમય એવો આવે છે જ્યારે દિમાગ લક્ષ પર પહોંચવા માટે મદદ કરે છે. ઇન્ડિયન ઍર ફોર્સમાં મારી કામગીરી દરમ્યાન મેં જે પણ સફળતા મેળવી છે એનું શ્રેય હું બ્લ્યુ યુનિફૉર્મના મારા સાથી કર્મચારીઓને આપીશ. હું આશા રાખું છું કે દરેક આ ફિલ્મને માણશે, એટલા માટે નહીં કે આ મારી સ્ટોરી છે પરંતુ એટલા માટે કે શરણ અને તેની ટીમે ખૂબ પ્રામાણિકતાથી કામ કર્યું છે.’

આ પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી કે ‘આ મારા માટે ગર્વની વાત છે મને તમારી જર્નીને સમજવાની અને વિશ્વ સાથે શૅર કરવાની તક મળી છે. આશા રાખું છું કે અમે તમને ગૌરવ થાય એવી ફિલ્મ બનાવી હશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2020 09:51 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK