સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ 'Avatar 2' આ દિવસે થશે રિલીઝ

Updated: May 08, 2019, 16:24 IST

જેમ્સ કેમરૂને અવતારના બીજા ભાગની રિલીજ ડેટ ઘોષિત કરી દીધી છે. આ ફિલ્મ 17 ડિસેમ્બર 2021એ રિલીઝ થશે.

'Avatar 2'
'Avatar 2'

આ પૃથ્વી પર અત્યાર સુધી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ 'અવતાર'ને લઈને પહેલાથી જ આ ઘોષણા કરવામાં આવી હતી કે આ ફિલ્મ આવતા 8 વર્ષોમાં એક બે નહીં પરતું ચાર વાર મોટી સ્ક્રિન્સ પર દેખાશે. એની શરૂઆત થવા જઈ રહી છે પરતું એના માટે તમારે બે વર્ષથી વધારે રાહ જોવાની રહેશે.

જેમ્સ કેમરૂને અવતારના બીજા ભાગની રિલીજ ડેટ ઘોષિત કરી દીધી છે. આ ફિલ્મ 17 ડિસેમ્બર 2021એ રિલીઝ થશે. ક્રિસમસ પર સિનેમેટિક કરિશ્માના આ દ્રશ્યો જોવા માટે તમારે લાંબી રાહ જોવી પડશે. ફિલ્મની 2025 સુધીની બુકિંગ થઈ ચૂકી છે. અવતારના આગલા તાર ભાગની રિલીઝ ડેટ પહેલા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે એમા બદલાવ થયો છે. સિક્વલ એટલે 'અવતાર-2' 18 ડિસેમ્બર 2020ના બદલે 17 ડિસેમ્બર 2021એ રિલીઝ થશે. ત્રીજો ભાગ પહેલા 17 ડિસેમ્બર 2021એ, ચોથો ભાગ 20 ડિસેમ્બર 2024એ અને પાંચમો ભાગ 19 ડિસેમ્બર 2025એ રિલીઝ થવાની જાણકારી આપી હતી પરંતુ હવે એમાં બદલાવ થશે.

કેમરૂને અવતારના બીજા ભાગની શૂટિંગ શરૂ કરી દીધી છે. વિજ્ઞાાનની આ કાલ્પનિક કથા બીજા ભાગમાં કેવો રૂપ લેશે શું ખબર. આ વાર્તા પહેલી વાર સ્ક્રિન પર આવીને 2.8 બિલિયન ડૉલરની કમાણી કરી હતી.

avatar_02

દુનિયાની બીજા સૌથી કમાણી કરનારી ફિલ્મ ટાઈટેનિકની હિરોઈન કેટ વિન્સલેટને અવતારની સ્ટારકાસ્ટમાં સામેલ કરવામાં આવી ચૂકી છે. જણાવી દઈએ કે કેટ આ જેમ્સ કેમરૂન ડાયરેક્ટેડ ફિલ્મ ટાઈટેનિકની હિરોઈન છે, જેમાં 1997માં રિલીઝ થઈને દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. ફિલ્મે પૂરી દુનિયાથી 2.19 બિલિયન ડૉલરની કમાણી કરી હતી. કેમરૂન જ વર્ષ 2009માં આવેલી અવતારના પણ નિર્દેશક રહ્યા છે અને હવે પોતાની હિરોઈનને નવા રોલમાં રજૂ કરશે.

આ પણ વાંચો : મૌની રોય કાંઈક આમ મનાવી રહી છે પોતાનું સમર વેકેશન, જુઓ એક્ઝોટિક ફોટોસ

લગભગ બે દાયકા પછી કેટ વિન્સલેટ પાછી ફરશે. જેમ્સે કહ્યું કે તેઓ કેટની સાથે કામ કરવા માટે ઘણા સમયથી ઉત્સાહી હતા અને હવે એમને અવતારના રોલમાં જોવા માટે વધારે લાંબી રાહ નથી જોઈ શકતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK