આ છે જાહ્નવી કપૂરની ફિટનેસનો રાઝ, જુઓ વીડિયો

Published: Jun 13, 2019, 20:43 IST | મુંબઈ

જાહ્નવી કપૂર પોતાના જીમ લૂકને લઈ ચર્ચામાં રહેતી હોય છે. જો કે હવે જાહ્નવી કપૂરનો જીમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી કપૂર જીમમાં પરસેવો પાડતી દેખા

Image Courtesy: Instagram
Image Courtesy: Instagram

જાહ્નવી કપૂર પોતાના જીમ લૂકને લઈ ચર્ચામાં રહેતી હોય છે. જો કે હવે જાહ્નવી કપૂરનો જીમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી કપૂર જીમમાં પરસેવો પાડતી દેખાઈ રહી છે. જાહ્નવી કપૂરની પર્સનલ ટ્રેઈનરે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શૅર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જાહ્નવી કપૂર પોતાની ફિટનેસને લઈ ખૂબ જ કોન્સિયસ છે. મોટા ભાગે રોજ તે જીમ જતી આવતી જોવા મળે છે. જાહ્નવી કપૂર ક્યારેય પોતાનું વર્કઆઉટ સેશન મિસ નથી કરતી.

જાહ્નવી કપૂરની પર્સનલ ટ્રેઈનરે શૅર કરેલા આ વીડિયોમાં પણ તે વર્કઆઉટ કરતી જ દેખાઈ રહી છે. વીડિયો જાહ્નવી કપૂરની પાઈલટ ઈન્ટ્રક્ટર નમ્રતા પુરોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. જેને ખૂબ જ ફટાફટ લાઈક અને શૅર મળી રહ્યા છે. વીડિયોમાં જાહ્નવી કપૂર બોડીના કર્વ અને ટોન્ડ બોડીને મેઈન્ટનેટ કરવા માટેની એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂર પોતાના જીમ લૂકને લઈ કોન્સિયસ રહે છે. આ વર્ક આઉટ સેશનમાં તે પર્પલ બ્લૂ કલરની સ્પોર્ટ્સ બ્રા અને મિની શોર્ટ્સાં દેખાઈ રહી છે. તેમણે પોતાના વાળ પોની ટેલમાં બાંધેલા દેખાઈ રહ્યા છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ જાહ્નવી કપૂર કારગીલ ગર્લ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. કારગીલ ગર્લની સ્ટોરી ભારતીય વાયુ સેનાની અધિકારી ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે. ગુંજન સક્સેનાએ કારગીલ વૉર દરમિયાન ઈજાગ્રસ્ત સૈનિકોને બચાવ્યા હતા. તેમના કામને સાહસિક માનતા ગુંજન સક્સેનાને શોર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા. આ ફિલ્મમાં અંગદ બેદી ગુંજનના ભાઈ અંશુમાન સક્સેનાની ભૂમિકામાં દેખાશે. તો પંકજ ત્રિપાઠી ગુંજનના પિતાના રોલમાં દેખાશે.

આ પણ વાંચોઃ Happy Birthday: દિશાના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ

આ ઉપરાંત જાહ્નવી કપૂર કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ તખ્તમાં દેખાશે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેમાં રણવીરસિંહ શાહજહાંના પુત્ર દારા શિકોહ, વિક્કી કૌશલ ઔરંગઝેબનો રોલ કરતા દેખાશે. ફિલ્મમાં મુઘલ સલ્તનતની ભવ્યતા દેખાડવામાં આવશે. તાજેતરમાં જ કરણ જોહરે ફિલ્ની તૈયારી અંગેનો એક વીડિયો શૅર કર્યો હતો. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK