આ ઉપરાંત માત્ર તેમના અવાજમાં જ ગવાયેલું એક આલબમ ‘જીવન મરણ છે એક’ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત ગુજરાતી લેખક ‘મરીઝ’ દ્વારા લખાયેલાં ગીતોમાં જગજિત સિંહે પોતાનો અવાજ આપ્યો હતો અને એમાં સંગીત પણ તેમનું જ હતું.
૨૦૦૧માં એક ફંક્શન ‘માય લાઇફ માય સ્ટોરી’માં જગજિત સિંહે પોતાની સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે જ્યારે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે એક ગુજરાતી ભાઈએ મને મદદ કરી હતી. એટલું બોલ્યા પછી તેઓ ગુજરાતી સંગીતકાર અજિત મર્ચન્ટને સ્ટેજ પર બોલાવવા માટે નીચે ગયા હતા. તેઓ અજિતભાઈને ભેટ્યા હતા અને બન્ને સ્ટેજ પર જ ઘણા ઇમોશનલ બની જતાં તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આ ઉપરાંત અજિત મર્ચન્ટના ગીત ‘રાત ખામોશ હૈ’નો જગજિત સિંહે તેમના આલબમ ‘મુન્તઝિર’માં સમાવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત જગજિત સિંહે ૩૦ કલાકારો સાથે ગઝલ સિમ્ફનીનો પહેલો કાર્યક્રમ અમદાવાદના રાજપથ ક્લબમાં કર્યો હતો.
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
24th February, 2021 13:42 ISTગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર
24th February, 2021 10:31 ISTભણેલાઓએ કૉન્ગ્રેસને પાઠ ભણાવ્યો
24th February, 2021 07:27 ISTકોરોનાને કારણે મહારાષ્ટ્રના CMએ બોલાવી ઇમરજન્સી મીટિંગ, જાણો વિગતો
23rd February, 2021 15:35 IST