રણબીર કપૂરે ઇન્સ્ટાગ્રામ પર જગ્ગા જાસૂસનું ફસ્ર્ટ પોસ્ટર અપલોડ કર્યું

Published: 22nd December, 2014 04:56 IST

અનુરાગ બાસુની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ આવતા વર્ષે રિલીઝ થવાની છે અને એના માટે સિનેરસિકોમાં જબરદસ્ત ઉત્સાહ છે, કારણ કે લવબર્ડ્સ રણબીર કપૂર અને કૅટરિના કૈફ એમાં કામ કરી રહ્યાં છે.આ ફિલ્મનું ફસ્ર્ટ પોસ્ટર ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રણબીર કપૂરને મૂછોવાળો દર્શાવાયો છે. રણબીર કપૂરે સોશ્યલ નેટવર્ક પરની ફોટોશૅર સાઇટ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો અપલોડ કર્યો હતો.
આ ફિલ્મમાં રણબીર કપૂર એક ડિટેક્ટિવનું પાત્ર ભજવી રહ્યો છે અને ત્રણ ફિલ્મોની સિરીઝની આ પહેલી ફિલ્મ છે.

એક ડિટેક્ટિવ તરીકે વધતા રણબીર કપૂરના શરૂઆતના દિવસો, તેની ટીનેજ અને તે ૪૦ વર્ષનો થાય ત્યાં સુધીની વાર્તા આ ફિલ્મોમાં વણી લેવામાં આવશે. કૅટરિના કૈફ તેની અસિસ્ટન્ટનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં ગોવિંદા રણબીરના પપ્પાનું પાત્ર ભજવશે. રણબીર તેના પપ્પાને શોધે છે એવી એની સ્ટોરી છે.આ ફિલ્મમાં લવબર્ડ્સ વાતો પણ ગીતોમાં કરતાં જોવા મળશે એથી એમાં ઘણું સારું સંગીત પણ આપવાનો પ્રયાસ થયો છે. આ ફિલ્મ માટે પ્રીતમે ૨૦ ગીતો તૈયાર કર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK