જેક્લીન ફર્નાન્ડિઝ શરૂ કરશે યુટ્યુબ ચેનલ, અપલોડ કરશે આ વીડિયોઝ

Published: Jul 23, 2019, 09:33 IST | મુંબઈ

બોલીવુડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ હવે યુટ્યુબ ચેનલ શરૂ કરી રહી છે. જેક્લીન ફર્નાન્ડિઝે તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવાની જાહેરાત કરી છે.

બોલીવુડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ હવે યુટ્યુબ ચેનલ શરૂ કરી રહી છે. જેક્લીન ફર્નાન્ડિઝે તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જેક્લીન બોલીવુડની સૌથી જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. પોતાની ફિલ્મોની સાથે સાથે બ્રાન્ડ સર્કિટમાં પણ જેક્લીનની ડિમાન્ડ છે. તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર જેક્લીન ફર્નાન્ડિઝના 30 મિલિયન ફોલોઅર્સ થયા છે. ત્યારે હવે જેક્લીન ફર્નાન્ડીઝ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહી છે.

જેક્લીને કહ્યું,'હું પોઝિટિવિટીને પ્રોત્સાહન આપવા આ ચેનલ શરૂ કરી રહી છું.' તેની પાછળનો આઈડિયા અને ફેન્સ માટે શું ખાસ છે તે વિશે પણ જેક્લીન ફર્નાન્ડિઝે વાત કરી. પોતાની યુટ્યુબ ચેનલ વિશે જેક્લીનનું કહેવું છે કે,'પોઝિટિવિટીને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્લેટફોર્મ બનાવવાનો આઈડિયા છે. એક એક્ટ્રેસ હોવાથી કેવું લાગે છે, શું શું કરવું પડે છે, આ બધી જ વાત હું લોકો સાથે કરીશ. મેં જે પણ શીખ્યું છે, જે શીખી રહી છું, તે બધું જ પોતાની ચેનલ દ્વારા ફેન્સ સુધી પહોંચાડીશ.'

ઉલ્લેખનીય છે કે જેક્લીન ફર્નાન્ડિઝનું સોશિયલ મીડિયા હંમેશા બ્યૂટી ટિપ્સથી ભરપૂર હોય છે, ત્યારે તે પોતાની યુટ્યુબ ચેનલમાં પણ આ વાતને કવર કરશે. આ વિશે જેક્લીને કહ્યું,'મારા જીવનની બધી જ વાત આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. જે દિવસે હું શરૂ કરીશ, હું મારો ટ્રાવેલ એડવેન્ચર બ્લોક કરી, એ નિષ્ણાતો સાથે વાત કરીશ, જેને હું મળું છું. ખાસ કરીને ફિટનેસ અને સુંદરતા, કારણ કે ઈન્ડસ્ટ્રીમાં તે ખૂબ જ મહત્વના છે, તેમના વિશે વાત કરીશું.'

આ પણ વાંચોઃ Happy Bhavsar:નામ પ્રમાણે જ ખુશમિજાજ રહે છે 'શ્યામલી'ની 'લજ્જા'

જેક્લીનના યુટ્યુબ ચેનલ વિશે રસપ્રદ વાત એ છે કે એક્ટ્રેસ ફક્ત સુંદરતા અને ફેસન જ નહીં પરંતુ ખુશ રહેવા માટે શું કરવું જોઈએ, ડર પર કાબુ મેળવવા શું કરવું જોઈએ, પોતાના સપનાને જીવવા માટે, ટ્રાવેલ અને ફિટનેસ જેવી વસ્તુઓને પણ કવર કરશે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હોવાને કારણે અભિનેત્રી પોતાના લેબલનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરે છે. હાલમાં જ જેક્લીને વનસપ્તી, જીવજંતુઓ અને લોકને સંકટની સ્થિતિ વિશે જાગૃત કરવાનું શરૂ કર્યું છે, આ વિશે પણ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK