Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકલીન ફર્નાન્ડિસને લાગ્યો જૅકપૉટ, આ ત્રણ મોટી ફિલ્મોમાં દેખાશે

જૅકલીન ફર્નાન્ડિસને લાગ્યો જૅકપૉટ, આ ત્રણ મોટી ફિલ્મોમાં દેખાશે

06 November, 2020 08:09 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

જૅકલીન ફર્નાન્ડિસને લાગ્યો જૅકપૉટ, આ ત્રણ મોટી ફિલ્મોમાં દેખાશે

જૅકલીન ફર્નાન્ડિઝ

જૅકલીન ફર્નાન્ડિઝ


બોલીવુડની મિસ સનશાઇન જૅકલીન ફર્નાન્ડિસે પોતાની છેલ્લી પરફૉર્મન્સની સાથે દેશમાં પોતાની માટે લોકપ્રિયતા વધારી દીધી છે અને હવે તે પોતાની આગામી ફિલ્મોમાં કેટલીક અભૂતપૂર્વ પરફૉર્મન્સ સાતે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બી-ટાઉનની સૌથી મહેનતી અભિનેત્રીઓમાંની એક, જૅકલીનની કિટમાં ત્રણ બિગ ટિકિટ ફિલ્મો એક સાથે જામ-પૅક્ડ શેડ્યૂલ છે. આ કહેવું ખોટું નહીં હોય કે અભિનેત્રીએ 2020માં સફળતાના આકાશ આંબ્યા છે.

પોતાની આગામી ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત છે જૅકલીન
પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતા, જૅકલિને કહ્યું કે, "આ આવા રોમાંચક પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ઉત્સાહિત છું. પ્રત્યેર ફિલ્મનું જૉનર એક-બીજા કરતાં ખૂબ જ જૂદું છે અને આ કંઇક એવું છે જે હું મારી બકેટ લિસ્ટમાંથી ટિક ઑફ કરવા માગતી હતી. મારા પાત્રોની ખૂબ જ જૂદી ડિમાન્ડ છે, આ સુપર થ્રિલિંગ થવાનું છે."



પોતાના સહ-અભિનેતાઓ વિશે વાત કરતા, અભિનેત્રીએ આગળ શૅર કર્યું કે, "એવા સહ-કલાકાર જેમની સાથે મેં પહેલા કામ કરવું ખૂબ જ માણ્યું છે મને ગમ્યું છે, તે સલમાન અને સૈફ છે. હું પહેલી વાર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરી રહી છું, તે બધાં પ્રતિભાના પાવરહાઉસ છે અને તેમની સાથે શૂટ કરવામાં મજા આવશે."


રણવીર-રોહિત સાથે કામ કરવાને લઈને કહ્યું આ
જૅકલીન કબે છે કે, "મારી પાસે એક પાત્રથી બીજા પાત્રમાં જવા અને સ્વિક કરવા માટે કોઇ સમય નહીં હોય, પણ હું તેની ફરિયાદ નથી કરી રહી, કારણકે હું બૅક ટૂ બૅક ફિલ્મો સાથે એક હેપી સ્પેસમાં હોઇશ."

જૅકલીન ફર્નાન્ડિસ ખૂબ જ ખુશ અને રોમાંચિત અનુભવે છે. આ જ કારણ છે કે તેમના ચાહકો પણ આવી અદ્ભુત ફિલ્મો સાથે સિલ્વર સ્ક્રીન પર તેમને જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જૅકલીન ટૂંક સમયમાં જ ભૂલ પોલીસ, કિક 2 અને સર્કસમાં દેખાશે, જે અત્યારથી જ બ્લૉકબસ્ટર માનવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2020 08:09 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK