Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પગમાં ઈજા હોવા છતાં પણ કર્મા ગીતનું શૂટિંગ કર્યું હતું જૅકલિને

પગમાં ઈજા હોવા છતાં પણ કર્મા ગીતનું શૂટિંગ કર્યું હતું જૅકલિને

14 October, 2019 11:33 AM IST | મુંબઈ

પગમાં ઈજા હોવા છતાં પણ કર્મા ગીતનું શૂટિંગ કર્યું હતું જૅકલિને

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ


જૅકલિન ફર્નાન્ડિસને પગમાં ઈજા થઈ હતી આમ છતાં તેણે ‘ડ્રાઇવ’નાં ગીત ‘કર્મા’નું શૂટિંગ પૂરુ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘ડ્રાઇવ’ એક નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. કામને લઈને જૅકલિનનાં સમર્પણને જોઈને ફિલ્મની ટીમે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું. પોતાની સ્થિતિને જણાવતાં જૅકલિને કહ્યું હતું કે ‘હું કેટલાક પ્રોજેક્ટસમાં ખૂબ બિઝી હતી. મારા પગમાં ઈજા થઈ હતી. એ દરમ્યાન મારે ડાન્સની રિહર્સલ પણ હાઇ હિલ્સ પહેરીને કરવાની હતી. મારા બન્ને ગોંઠણ પણ ખૂબ દુ:ખવા લાગ્યા હતાં.

આ પણ વાંચો : ‘સાંડ કી આંખ’ના ડિરેક્ટરે કહ્યુઃ લોકો ગમે તે બોલે, તાપસી અને ભૂમિ એકદમ પર્ફેક્ટ છે



અમે એ ગીતને બે દિવસમાં શૂટ કર્યું હતું. એ બે દિવસમાં અમે ઘણું બધુ કામ કર્યું હતું. સાથે જ અમે એક નાઇટ શૂટ પણ કર્યું હતું. એમાં હું સારી રીતે શૂટ નહોતી કરી શકી. જોકે હું આ ગીત સાથે ખૂબ ખુશ છું. જે રીતે એને બનાવવામાં આવ્યુ છે એને જોતા હું ખૂબ ખુશ છું. સાથે જ લોકોને એ ગીત દેખાડવા માટે પણ હું ખૂબ આતૂર છું.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 11:33 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK