Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૅપી પ્લેસમાં ફરી આવીને ખુશ જૅકલિન ફ્રનાન્ડિસ

હૅપી પ્લેસમાં ફરી આવીને ખુશ જૅકલિન ફ્રનાન્ડિસ

29 October, 2020 02:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૅપી પ્લેસમાં ફરી આવીને ખુશ જૅકલિન ફ્રનાન્ડિસ

જૅકલિન ફ્રનાન્ડિસ

જૅકલિન ફ્રનાન્ડિસ


જૅકલિન ફ્રનાન્ડિસનું કહેવું છે કે તે તેની ‘હૅપી પ્લેસ’માં ફરી આવીને ખૂબ જ ખુશ છે. લૉકડાઉનને કારણે દરેકનું કામ બંધ હતું. તે સલમાન ખાન સાથે પનવેલના તેના ફાર્મહાઉસમાં રહેતી હતી. જોકે તેણે ફરી હવે કામ શરૂ કરી દીધું છે. તે હાલમાં પોલીસના યુનિફૉર્મમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. આ વિશે વાત કરતાં જૅકલિને કહ્યું હતું કે ‘મારી હૅપી પ્લેસમાં ફરી આવીને હું ખૂબ જ ખુશ છું. મને ખુશી છે કે ધીમે-ધીમે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેફ્ટીને ધ્યાનમાં રાખીને ફરી ઍક્શનમાં આવી રહી છે. ઘણા લાંબા સમય બાદ શૂટ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો.’
સેટ પર રાખવામાં આવતી સેફ્ટી વિશે જૅકલિને કહ્યું હતું કે ‘સેટ પર દરેક વ્યક્તિ ખૂબ જ ચેતીને રહે છે. સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખવાની સાથે જ દરેક વ્યક્તિ માસ્ક અને પીપીઈ કિટમાં હોય છે. અમે પહેલાં કરતાં વધુ ઇન્ટરવલ લઈએ છીએ જેથી સેફ્ટી પર દેખરેખ રાખી શકાય. શરૂઆતથી લઈને અંત સુધી દરેક વ્યક્તિની ખૂબ જ કાળજી લેવામાં આવે છે.’
આઉટડોર લોકેશનમાં શૂટ કરવા માટે થોડીઘણી તે ચિંતિત હતી. આ વિશે વાત કરતાં જૅકલિને કહ્યું હતું કે ‘આઉટડોર લોકેશનમાં શૂટ કરવાને લઈને હું થોડીઘણી ચિંતિત હતી. જોકે અમારી સેફ્ટી માટે પ્રોડક્શને જરૂરી તમામ પગલાં લીધાં હતાં. જોકે હવે ફિઝિકલી કોઈ એકબીજાને આવકારતું નથી. અમે દરેક વ્યક્તિ એકબીજાથી અંતર જાળવીને મસ્તી પણ કરીએ છીએ. કહેવાય છેને કે શો મસ્ટ ગો ઑન અને ફરી સેટ પર આવીને હું ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK