જેક્લિન ફર્નાન્ડિઝે આ રીતે મનાવી બર્થ ડે, જુઓ વાઈરલ વીડિયો

Published: Aug 12, 2019, 09:21 IST | મુંબઈ

ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે પોતાનો 34મો જન્મદિવસ શ્રીલંકામાં પોતાના ખાસ મિત્રો સાથે મનાવ્યો. જેક્લિને પોતાના સોશિયલ મીડિયા પર બર્થ ડેની ઝલક શૅર કરી છે.

ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે પોતાનો 34મો જન્મદિવસ શ્રીલંકામાં પોતાના ખાસ મિત્રો સાથે મનાવ્યો. જેક્લિને પોતાના સોશિયલ મીડિયા પર બર્થ ડેની ઝલક શૅર કરી છે. જેમાં તે પોતાના ખાસ મિત્રો સાથે દેખાઈ રહી છે. જેક્લિનના જન્મદિવસના બર્થ ડે કેક કટિંગ કરવાના ફોટોઝ અને વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોઝમાં તે સમુદ્ર ક્રિનારે પોતાના પેરેન્ટસ સાથે સેલિબ્રેટ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

My Happy place with my happy people!🥰 #thetravelankas 🦁

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) onAug 10, 2019 at 8:59am PDT

આ ખાસ દિવસે જેક્લિન ફર્નાન્ડિઝે ડાયમંડ પેન્ડેન્ટ નેકલેસ પહેલેરી દેખાય છે, જે તેને તેના પિતાએ ગિફ્ટ આપ્યું છે. સોનમ કપૂર અને સોનાક્ષી સિંહા જેવા બોલીવુડના સંખ્યાબંધ કલાકારોએ જેક્લિન ફર્નાન્ડિઝને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. જેક્લિન ફર્નાન્ડિઝ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં જેક્લિનની સાથે સુશાંત સિંહ રાજપૂત મહત્વના રોલમાં છે. જેક્લિન ફર્નાન્ડિઝ સલમાન ખાન સાથે કિકની સિક્વલમાં દેખાશે.

 
 
 
View this post on Instagram

It’s my cake day!!!!! How do you like your pancakes?? 🌸⭐️💝💖⭐️ #cinnamonhotels

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) onAug 11, 2019 at 1:23am PDT

ઉલ્લેખનીય છે કે જેક્લિન ફર્નાન્ડિઝનું બોલીવુડ કરિયર હાલ ટોચ પર છે અને તેમણે એક બાદ એક ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત જેક્લિન પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. તે પોલ ડાન્સ પણ ખૂબ સારો કરે છે, તે ઘણીવાર પોલ ડાન્સિંગથી એક્સરસાઈઝ કરે છે.

જેક્લિન ફર્નાન્ડિઝનું નામ સાજિદ ખાન સાથે જોડાઈ ચૂક્યુ છે. જો કે બાદમાં બંનેના રસ્તા બદલાઈ ગયા. જેક્લિન ફર્નાન્ડિઝ બોલીવુડની ટોચની એક્ટ્રેસિસમાંની એક છે. તેના જન્મદિવસે ફેન્સ પણ દિલ ખોલીને શુભેચ્છા આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK