નેટફ્લિક્સ પર સુશાંત સિંહ રાજપૂત અને જૅકલિન ફર્નાન્ડિસની ડ્રાઇવ
જેકલિન ફર્નાડિઝ સાથે સુશાંત સિંહ રાજપૂતની ડ્રાઇવ
સુશાંત સિંહ રાજપૂત અને જૅકલિન ફર્નાન્ડિસની ‘ડ્રાઇવ’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ અને તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી છે. ૨૦૦૮માં આવેલી ‘દોસ્તાના’ને તરુણે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ વિશે જાહેરાત કરતાં ટ્વિટર પર કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે અમારી ‘ડ્રાઇવ’ જલદી જ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.
આ ફિલ્મ વિશે સુશાંત સિંહ રાજપૂતે કહ્યું હતું કે ‘આ એક ચોરી વિશેની ફિલ્મ છે. તમે જ્યારે આ ફિલ્મ જોશો ત્યારે તમને એ જાણ નહીં થાય કે હવે આના પછી શું થવાનું છે.’