Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાદશાહ પર 'ગેંદા ફૂલ' ગીત કૉપી કરવાનો આરોપ, રૅપરે કહ્યું આ...

બાદશાહ પર 'ગેંદા ફૂલ' ગીત કૉપી કરવાનો આરોપ, રૅપરે કહ્યું આ...

01 April, 2020 02:05 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાદશાહ પર 'ગેંદા ફૂલ' ગીત કૉપી કરવાનો આરોપ, રૅપરે કહ્યું આ...

બાદશાહ પર 'ગેંદા ફૂલ' ગીત કૉપી કરવાનો આરોપ, રૅપરે કહ્યું આ...


લૉકડાઉન દરમિયાન બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિ, અને રૅપર બાદશાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. તાજેતરમાં જ જેકલીન અને બાદશાહનું નવું ગીત 'ગેંદા ફૂલ' રિલીઝ થયું છે. આ ગીતમાં જેકલીનનો અંદાજ ખૂબ જ હૉટ દેખાય છે. તો બાદશાહ હંમેશાંની જેમ પોતાની હાજરીથી જ ચાહકોને ખુશ કરવામાં સફળ રહ્યો.

આ ગીતમાં જૅકલીન સાથે બાદશાહની ઘણી હૉટ બૉન્ડિંગ જોવા મળી. પણ ગીત રિલીઝ થયા બાદ હવે તેને લઈને કૉન્ટ્રોવર્સી સામે આવી રહી છે. બાદશાહ પર આરોપ છે કે તેણે આ ગીત કૉપી કર્યું છે. આ બાબતે એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ અંગે હવે બાદશાહનું પણ નિવેદન સામે આવી ગયું છે.




જૅકલીન ફર્નાન્ડિસ અને બાદશાહનું ગીત 'ગેંદા ફૂલ' એક લોકગાયર રતન કાહરની ગીતની કૉપી છે. ગાયક રતન કાહરનું 70ના દાયકાનું આ ગીત બંગાળીઓમાં ખૂબ જ પૉપ્યુલર છે. ગાયક રતને બન્ને કલાકારો પર તેના હિટ ગીતને કૉપી કરવાનો આરોપ મૂક્યો છે. ગીતના કેટલાક બંગાળી શબ્દો ઓરિજિનલ ફૉલ્ક સૉન્ગ 'બોરલોકર બિટિલો...'માંથી લેવાયા છે. બંગાળી ફૉલ્ક સૉન્ગ ગીતના ઓરિજિનલ રાઇટરે ક્રેડિટ ન આપવાનો આરોપ મૂક્યો છે. જે સીધે-સીઘું કૉપીરાઇટ ઍક્ટનું ઉલ્લંઘન છે. બંગાળી ગીત રતન કહરે લખ્યું છે.

tweet in support of Ratan Kahar


ઉલ્લેખનીય છે કે આ વાતને લઈને એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે કે, 'ગેંદા ફૂલ લોકગાયક રતન કાહરનું પૉપ્યુલર ગીત છે. પણ દુઃખની વાત એ છે કે તેમની પાસે એટલા પૈસા નથી કે તે બાદશાહ વિરુદ્ધ કેસ કરી શકે કે આ ગીતના લિરિક્સ અને મ્યૂઝિક તેમના છે.'

હવે આ મામલે રૅપર બાદશાહનું નિવેદન પણ આવ્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં બાદશાહે લખ્યું, 'રતન કહાર સાહેબ. હું તમારી કોઇપણ રીતે મદદ કરી શકું છું?'

 
 
 
View this post on Instagram

Please read

A post shared by BADSHAH (@badboyshah) onMar 31, 2020 at 8:42am PDT

નોંધનીય છે કે ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 'ગેંદા ફૂલ' ગીતમાં પહેલીવાર જૅકલીનનો આ અંદાજ જોવા મળ્યો છે. ગીતની થીમ બંગાળી રાખવામાં આવી છે. તો જૅકલીન આ ગીતમાં એક બંગાળી છોકરી સાથે ઘણી જગ્યાએ હૉટ લુકમાં જોવા મળી.

આ ગીત બાદશાહના અત્યાર સુધીના બધાં જ ગીત કરતાં ખૂબ જ જુદું છે. વીડિયોમાં જૅકલીન સાથે બાદશાહનો રોમાન્સ પણ બતાવવામાં આવ્યો છે. ગીત સ્નેહા શેટ્ટીએ ડાયરેક્ટ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 02:05 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK