હેલ્થ-ડ્રિન્ક પ્રમોટ કરવા જૅકલિનને ૧.૨૫ કરોડની ઑફર

Published: 20th November, 2014 04:38 IST

જૅકલિનની કરીઅરને લાગેલી સફળતાની કિક ખરેખર તેના માટે સારું કામ કરી રહી છે.વાત એમ છે કે જૅકલિનને દુબઈની એક હેલ્થ-ડ્રિન્કની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનવા માટે ૧.૨૫ કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે, પણ એ મુદ્દા પર જૅકલિને હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો. સામા પક્ષે કંપની એમ પણ ઇચ્છતી હતી કે જૅકલિન ચાર દિવસનું

પ્રિન્ટ-કૅમ્પેન પણ શૂટ કરે.

હાલમાં જૅકલિન શ્રીલંકામાં કોઈક બીજી બ્રૅન્ડનું શૂટિંગ કરી રહી છે જેના બાદ તે અક્ષયકુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની પોતાની આગામી ફિલ્મ ‘બ્રધર્સ’નું શૂટિંગ કરવા ભારત પાછી ફરશે અને ભારત આવ્યા બાદ દુબઈની એ કંપની જૅકલિન સાથે પોતાની વાત આગળ ચલાવશે. વળી એ કંપની ભારતમાં પોતાનું માર્કેટ બનાવવાનું પણ પ્લાનિંગ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK