Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેકી ભગનાનીનૃું મ્યુઝિક લેબલ તમને સંભળાવશે કૃષ્ણ મહામંત્ર

જેકી ભગનાનીનૃું મ્યુઝિક લેબલ તમને સંભળાવશે કૃષ્ણ મહામંત્ર

11 August, 2020 03:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જેકી ભગનાનીનૃું મ્યુઝિક લેબલ તમને સંભળાવશે કૃષ્ણ મહામંત્ર

જેકીના લેબલે એક નવું નજરાણું આપ્યું છે

જેકીના લેબલે એક નવું નજરાણું આપ્યું છે


અભિનેતા-નિર્માતા જેકી ભાગનાની અને તેમના લેબલ જેજસ્ટ મ્યુઝિકે તાજેતરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે મજાના પોસ્ટર સાથે તેમના નવા ગીતની જાહેરાત કરી  હતી. અને હવે જન્માષ્ટમી નિમિત્તે, જેકી અને જેજસ્ટ મ્યુઝિકે પોતાનો  પહેલો ભક્તિ ટ્રેક 'કૃષ્ણ મહામંત્ર' રજૂ કર્યો છે. આ ગીતમાં કૃષ્ણની શક્તિનો સાર કૃષ્ણ મહામંત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, અને આ સાથે, જેકીના લેબલે એક નવું નજરાણું આપ્યું છે.જેજસ્ટ મ્યુઝિકે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટ મુકી.




જેજસ્ટ મ્યુઝિકને હમણાં જ એક વર્ષ પુરું થયું છે અને થોડા દિવસ પહેલા જેકી ભગનાનીએ ઘોષણા કરી હતી કે કૃષ્ણ મહામંત્રનું ગીત જન્માષ્ટમીએ રિલીઝ કરાશે. આ ગીત જન્માષ્ટમી પર રિલીઝ થશે અને વિપિન અનેજાએ તેને રચ્યું છે તથા સ્વર આપ્યો છે.

મુસ્કારાએગા ઇન્ડિયા જે જાણે પૉઝિટીવિટીનું એન્થમ હતું તે પણ જેજસ્ટ મ્યુઝિકે જ આપ્યું હતું જેમાં અક્ષય કુમાર, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, વિકી કૌશલ, કિર્તી સેનોન, કિયારા અડવાણી, આયુષમાન ખુરાના, રાજકુમાર રાવ 'મુસ્કારાએગા ઈન્ડિયા'નો ભાગ હતા. તેના લેબલ હેઠળ ઉત્પાદિત બધા ગીતો ખૂબ પૉપ્યુલર થયા છે. હવે કૃષ્ણ મહામંત્ર સાથે આપણે જન્માષ્ટમી પણ ઉજવી શકીશું.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK