Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનસંગ હીરોઝ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ : જૅકી શ્રોફ

અનસંગ હીરોઝ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ : જૅકી શ્રોફ

20 March, 2019 09:20 AM IST |

અનસંગ હીરોઝ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ : જૅકી શ્રોફ

જૅકી શ્રોફ

જૅકી શ્રોફ


જૅકી શ્રોફનું કહેવું છે કે અનસંગ હીરો પર ફિલ્મ બનાવવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ચાલુ જ રહેવો જોઈએ. જૉન એબ્રાહમ સાથેની ‘RAW’ એટલે કે ‘રોમિયો અકબર વૉલ્ટર’માં જૅકી શ્રોફ રૉના ફાઉન્ડર-ડિરેક્ટર આર. એન. કાઓનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મ વિશે વધુ જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે દેશ માટે સેવા કરનાર લોકોની લાઇફને સ્ક્રીન પર રજૂ કરવાનો મને ચાન્સ મળ્યો છે. આ પાત્ર ભજવવું મારી ફિલ્મોગ્રાફીમાં એક વધુ સિદ્ધિ છે. આ ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ.

આ પણ વાંચો : સલમાન અને આલિયા ભટ્ટ કરશે રોમૅન્સ



આપણી પાસે હજી પણ ઘણા અનસંગ હીરો છે. આ બધી સ્ટોરીને લોકો સુધી પહોંચાડવી જોઈએ. મેં પણ ફિલ્મમાં પોલીસનું પાત્ર ભજવ્યું છે. મારી પાસે ઘરે પોલીસનો યુનિફૉર્મ હતો, કારણ કે એ સમયે હું એકસાથે બે ફિલ્મો કરી રહ્યો હતો. હું ફક્ત બૅજ ચેન્જ કરતો અને એ જ યુનિફૉર્મ પહેરીને અન્ય ફિલ્મમાં કામ કરતો.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 09:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK