Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી શ્રોફ કારતૂસના કો-સ્ટાર્સ સાથે ફરીથી કામ કરવા માટે ઉત્સાહિત છે

જૅકી શ્રોફ કારતૂસના કો-સ્ટાર્સ સાથે ફરીથી કામ કરવા માટે ઉત્સાહિત છે

06 September, 2019 11:02 AM IST | મુંબઈ

જૅકી શ્રોફ કારતૂસના કો-સ્ટાર્સ સાથે ફરીથી કામ કરવા માટે ઉત્સાહિત છે

જૅકી શ્રોફ

જૅકી શ્રોફ


જૅકી શ્રોફ ‘પ્રસ્થાનમ’માં પોતાના ‘કારતૂસ’ના કો-સ્ટાર્સ સંજય દત્ત અને મનીષા કોઈરાલા સાથે ફરીથી કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. ‘પ્રસ્થાનમ’ ૨૦૧૦માં આવેલી તેલુગુની હિન્દી રીમેક છે. આ હિન્દી રીમેક આ વર્ષે ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા લગભગ વીસ વર્ષ બાદ જૅકી શ્રોફ, સંજય દત્ત અને મનીષા કોઈરાલા સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ચંકી પાન્ડે, અલી ફઝલ, અમાયરા દસ્તુર અને સત્યજિત દુબે પણ જોવા મળશે.

આ પણ વાંચો : આશા પારેખ સાથે શૂટિંગ કરતાં પહેલાં કેમ કાંદા ખાઈને જતા હતા ધર્મેન્દ્ર?



પોતાના કો-સ્ટાર્સ વિશે જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘અમારા માટે એ એક અલગ પ્રકારની ઊર્જા સમાન હતું, કારણ કે અમે જે વસ્તુને જ્યાં છોડી હતી ત્યાંથી જ ફરીથી શરૂઆત કરી હોય એવું લાગતું હતું. ઇન્ડસ્ટ્રી આમ તો નાની છે, પરંતુ ફ્રેન્ડ્સને મળવામાં અને સાથે કામ કરવામાં વર્ષોનાં વર્ષો વીતી જાય છે. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, પરંતુ એના માટે ચીસો પાડવાની જરૂર નથી હોતી. મારું માનવું છે કે પ્રેમને વધુપડતો દેખાડવામાં આવે તો એમાં સમસ્યા આવી જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 11:02 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK