'મુંબઈ સાગા'માં થઈ જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટીની એન્ટ્રી

Published: Jun 14, 2019, 15:43 IST

ફિલ્મ મુંબઈ સાગામાં જૉન અબ્રાહમ, ઈમરાન હાશ્મી, પ્રતીક બબ્બર, અમોલ ગુપ્તે, ગુલશન ગ્રોવર, રોહિત રૉય પણ જોવા મળશે. મુંબઈ સાગા ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા બેઝ્ડ છે અને ફિલ્મનું ડિરેક્શન સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ મુંબઈ સાગાની સ્ટારકાસ્ટ
ફિલ્મ મુંબઈ સાગાની સ્ટારકાસ્ટ

બોલીવુડ અભિનેતા જેકી શ્રોફ અને સનીલ શેટ્ટીના ફેન્સ માટે મુંબઈ સાગાના મેકર્સ સારા સમાચાર લઈને આવ્યા છે. ઘણા સમય પછી જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી ફિલ્મી પડદે એક સાથે જોવા મળશે. ફિલ્મ મુંબઈ સાગાના મેકર્સે ફોટો અપલોડ કરતા ફિલ્મમાં બન્ને સ્ટાર્સની એન્ટ્રીની માહિતી આપી હતી. ફિલ્મ મુંબઈ સાગામાં જૉન અબ્રાહમ, ઈમરાન હાશ્મી, પ્રતીક બબ્બર, અમોલ ગુપ્તે, ગુલશન ગ્રોવર, રોહિત રૉય પણ જોવા મળશે. મુંબઈ સાગા ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા બેઝ્ડ છે અને ફિલ્મનું ડિરેક્શન સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ફરી એક મલ્ટીસ્ટાર ફિલ્મની તૈયારી

સંજય ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 25 વર્ષ, 17 ફિલ્મ. મારે મારા દર્શકોને કઈક મોટુ આપવું છે. મુંબઈ સાહા મારી અત્યાર સુધીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે અને છેલ્લા ઘણા સમયથી તેની પર કામ ચાલી રહ્યું છે. મારા પર વિશ્વાસ મુકવા માટે ભૂષણ કુમારનો આભાર વ્યક્ત કરુ છે. મુંબઈ સાગા એક એવી સ્ટોરી છે જેને સિલ્વર સ્ક્રિન પર જાહેર કરવાની જરુર છે.

આ પણ વાંચો: અક્ષયકુમાર સાથે ટકરાશે 'બાહુબલી', જાણો શું છે મામલો

ગેંગસ્ટર ડ્રામા ફિલ્મો માટે જાણીતા સંજય ગુપ્તા

ફિલ્મના ડિરેક્ટર સંજય ગુપ્તા ગેંગસ્ટર ડ્રામા ફિલ્મો માટે જાણીતા છે અને થોડા સમય પહેલા જ તેમણે ઈમરાન હાશ્મી અને જૉન અબ્રાહમના સાથે કામ કરવાને લઈને વાત કરી હતી જો કે ત્યારે ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી હતી નહી. સંજય ગુપ્તા આ પહેલા શૂટઆઉટ એટ વડાલા જેવી મોટી ગેંગસ્ટર ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. મુંબઈ સાગા ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યૂસ્ડ કરવામાં આવી રહી છે. ફિલ્મની સ્ટોરી 1980 અને 1990ના દશકની લાઈફ અને ત્યારની મહત્વપૂર્ણ ઘટનાઓને દર્શાવવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK